તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ સામે ગુજરાતની ટીમ 126 રન ચેઝ કરતા એક રને મેચ હારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • તમિલનાડુએ પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 125 રન કર્યા
  • ગુજરાતની 19.5 ઓવરમાં 124 રન કરીને ઓલઆઉટ થઇ હતી 
  • ગુજરાત માટે ચિરાગ ગાંધીએ 66 બોલમાં 68 રન કર્યા, બીજા છેડે સાથ મળ્યો નહીં 
સ્પોર્ટ્સ ડેસ્ક: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ચોથા રાઉન્ડમાં સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે તમિલનાડુ સામે ગુજરાત 1 રને હારી ગયું હતું. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ગુજરાતે તમિલનાડુને 20 ઓવરના અંતે 125 રન જ કરવા દીધા હતા. અરઝન ન્ગ્વાસવલ્લાએ 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. તામિલનાડુ માટે એન ચતુર્વેદ અને વોશિંગ્ટન સુંદરે 34 અને 33 રન કર્યા હતા. 126 રનનો પીછો કરતા ગુજરાતની ટીમ માટે ચિરાગ ગાંધીએ સર્વાધિક 66 બોલમાં 68 રન કર્યા હતા. તેને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહતો. જયારે મહેમાન ટીમ માટે વોશિંગ્ટન સુંદરે 3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગુજરાતનો આગામી મુકાબલો 27મી તારીખે બપોરે 2 વાગે બિહાર વિરુદ્ધ સુરત ખાતે જ રમાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો