તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાનનો ટી-20માં ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર, આયર્લેન્ડ વિરુદ્ધ 278 રન બનાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓપનર ઝઝાઈએ 11 ચોક્કા અને 16 છગ્ગાની મદદથી 62 બોલમાં 162 રન કર્યા 
  • અફઘાનિસ્તાને આયર્લેન્ડને 84 રને હરાવ્યું, ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ 
  • પહેલા સર્વાધિક રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાનો હતો, 2016માં શ્રીલંકા વિરુદ્ધ તેમણે 263 રન કર્યા હતા 

સ્પોર્ટ્સ ડેસ્ક: અફઘાનિસ્તાને શનિવારે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આયર્લેન્ડ વિરુદ્ધ દેહરાદૂન ખાતેની બીજી ટી-20માં પહેલા બેટિંગ કરતા અફઘાને 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 278 રન કર્યા હતા. આ પહેલા સર્વાધિક રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેમણે શ્રીલંકા વિરુદ્ધ 2016માં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 263 રન કર્યા હતા. ત્યારે તેમના માટે ગ્લેન મેક્સવેલે 65 બોલમાં 145 રન કર્યા હતા. મેક્સવેલે પોતાની ઇનિંગ્સ દરમિયાન 14 ચોક્કા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. 

 

આ મેચમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 84 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનનો હઝરતુલ્લાહ ઝઝાઈ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ત્રણ મેચની સિરીઝમાં અફઘાનિસ્તાન 2-0થી આગળ છે.

 

હઝરતુલ્લાહ ઝઝાઈ ટી-20 ઇન્ટરનેશનલમાં બીજો હાઈએસ્ટ સ્કોરર બન્યો  

આ મેચમાં અફઘાનિસ્તાન માટે હઝરતુલ્લાહ ઝઝાઈએ 62 બોલમાં 11 ચોક્કા અને 16 છગ્ગાની મદદથી અણનમ 162 રન બનાવ્યા હતા. આ ટી-20 ઇન્ટરનેશનલમાં બીજો સર્વાધિક સ્કોર છે. સર્વાધિક રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચના નામે છે. તેણે જુલાઈ 2018માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 76 બોલમાં 172 રન બનાવ્યા હતા. 

 

આયર્લેન્ડે 24 રનની અંદર 5 વિકેટ ગુમાવી 

લક્ષ્યનો પીછો કરતા આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 194 રન કરી શકી હતી. તેમના માટે ઓપનર અને કેપ્ટ્ન પૉલ સ્ટર્લિંગે 50 બોલમાં 91 રન કર્યા હતા. કેવિન ઓ બ્રાયને 25 બોલમાં 37 રન કર્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 71 બોલમાં 126 રન કર્યા હતા. કેવિનના આઉટ થયા પછી 24 રનની અંદર તેમના બીજા 4 બેટ્સમેન પણ આઉટ થઇ ગયા હતા. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાને 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. 

 

Afghanistan set a massive target of 279 runs for @Irelandcricket to chase in the second T20I . The Opening pair of Hazratullah Zazai and Usman Ghani put on Afghanistan's highest partnership in T20Is as Afghanistan ended scoring the highest Team Total in T20Is #AFGvIRE pic.twitter.com/GUz5TbMGkc

— Afghanistan Cricket Board (@ACBofficials) February 23, 2019

ઝઝાઈ-ઘાનીએ હાઈએસ્ટ પાર્ટનરશીપનો રેકોર્ડ બનાવ્યો 

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના માટે ઓપનર હઝરતુલ્લાહ ઝઝાઈ અને ઉસ્માન ઘાનીએ ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. ઘાનીએ 48 બોલમાં 73 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 236 રનની ભાગીદારી કરી હતી. ટી-20 ઇન્ટરનેશનલમાં પ્રથમ વિકેટ માટે આ સર્વાધિક ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને ડાર્સી શોર્ટના નામે હતો. બંનેએ ઝિમ્બાબ્વે સામે 3 જુલાઈ 2018ના રોજ પહેલી વિકેટ માટે 223 રન કર્યા હતા.