તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતેશ્વર પુજારાએ ફર્સ્ટ ક્લાસમાં 50મી સેન્ચુરી મારી, સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના સ્ટાર નંબર 3 ચેતેશ્વર પુજારાએ શનિવારે રણજી ટ્રોફીમાં સેન્ચુરી મારી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે રાજકોટમાં 90 ઓવરમાં 2 વિકેટે 296 રન કર્યા છે. પુજારા 162 રને અને શેલ્ડન જેક્સન 99 રને રમી રહ્યા છે. આ પુજારાની ફર્સ્ટ ક્લાસ કરિયરની 50મી સેન્ચુરી છે. તે આ સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો છે. સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે.

ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં સૌથી વધુ સેન્ચુરી:

સેન્ચુરીખેલાડી 
81સુનિલ ગાવસ્કર
81

સચિન તેંડુલકર

68રાહુલ દ્રવિડ
60વિજય હઝારે
57વસીમ જાફર 
55દિલીપ વેંગસરકર
55વીવીએસ લક્ષ્મણ
54મોહમ્મદ અઝહરુદીન
50ચેતેશ્વર પુજારા

એક્ટિવ ક્રિકેટર્સમાં પુજારા ચોથા ક્રમે
પુજારા એક્ટિવ (અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય) ક્રિકેટર્સમાં ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક (65), ભારતનો પૂર્વ ઓપનર વસીમ જાફર (57) અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન હાશિમ અમલા (52) અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 42 સદી સાથે સૌથી નજીક છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ 34 અને 32 સેન્ચુરી મારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો