ICC / 49 પુરુષ, 29 મહિલા ટીમો 2019માં પહેલીવાર T-20 રમી, 227 કરોડ રૂપિયાની મદદ મળી

ICC બેટ્સમેન રેન્કિંગમાં સ્કોટલેન્ડની સારાહ 13મા ક્રમે.
ICC બેટ્સમેન રેન્કિંગમાં સ્કોટલેન્ડની સારાહ 13મા ક્રમે.

  • મહિલાઓની દ્વિપક્ષીય સીરિઝમાં 110 ટકાનો વધારો થયો, જ્યારે પુરુષોની દ્વિપક્ષીય સીરિઝમાં 34 ટકાનો વધારો થયો
  • મહિલા એસોસિએટ ટીમોએ 243 જ્યારે પુરુષ ટીમોએ 504 મેચો રમી

Divyabhaskar.com

Feb 13, 2020, 11:32 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2019માં એસોસિએટ દેશોએ રમેલી ટી-20 અંગેની એક રિસર્ચ રિપોર્ટ જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર 2019માં 92માંથી 71 એસોસિએટ સભ્યોએ ઓછામાં ઓછી 1 ટી-20 મેચ જીતી છે. મહિલાઓની દ્વિપક્ષીય સીરિઝમાં 110 ટકાનો વધારો થયો, જ્યારે પુરુષોની દ્વિપક્ષીય સીરિઝમાં 34 ટકાનો વધારો થયો. આ દરમિયાન આઈસીસી તરફથી તેમને 227 કરોડ રૂપિયાની મદદ પણ મળી. સમગ્ર વિશ્વમાં ક્રિકેટના વિકાસ માટે આઈસીસીએ ટી-20 મેચોની સંખ્યામાં વધારો કર્યો છે.

આ દરમિયાન મહિલા એસોસિએટ ટીમોએ 243 જ્યારે પુરુષ ટીમોએ 504 મેચો રમી હતી. પુરુષ કેટેગરીમાં નેધરલેન્ડે સૌથી વધુ 25 મેચ જીતી: એસોસિએટ ટીમોની વાત કરીએ 2019માં નેધરલેન્જે સૌથી વધુ 25 ટી-20 રમી હતી. 13માં જીતી અને 11માં હારી. ટીમે આ વર્ષે ઝિમ્બાબ્વેને હરાવી પ્રથમવાર કોઈ વન-ડે સીરિઝ પણ જીતી હતી. નેપાળે 19 ટી-20 મેચો રમી. મહિલા કેટેગરીની વાત કરીએ તો થાઈલેન્ડે સૌથી વધુ 25 મેચ રમી અને સૌથી વધુ 21 મેચ જીતી રવાંડાએ પણ 20 મેચ રમી.

મહિલા ટોપ-100માં 23

  • 23 ખેલાડીઓ બેટિંગ રેન્કિંગની ટોપ-100માં સામેલ. સ્કોટલેન્ડની સારાહ 13મા ક્રમે.
  • 21 ખેલાડીઓ બોલિંગ રેન્કિંગની ટોપ-100માં સામેલ. થાઈલેન્ડની ટિપોચ18મા ક્રમે.
  • 13 કેચ પકડ્યા થાઈલેન્ડની ઓનિચાએ. હોંગકોંગની હિલ (11) બીજા ક્રમે.

પુરુષ ટોપ-100માં 25

  • 25 ખેલાડીઓ બેટિંગ રેન્કિંગની ટોપ-100માં સામેલ. સ્કોટલેન્ડનો મુનસે 17મા ક્રમે.
  • 30 ખેલાડી બોલિંગ રેન્કિંગની ટોપ-100માં સામેલ. સ્કોટલેન્ડનો માર્ક 16મા ક્રમે.

નેરુઈમોલના સૌથી વધુ રન તો નતાયાએ સૌથી વધુ વિકેટ ઝડપી

મહિલા કેટેગરીમાં થાઈલેન્ડની નેરુઈમોલે 2019માં ટી-20માં સૌથી વધુ 517 રન કર્યા. બોલિંગમાં પણ થાઈલેન્ડની નતાયા બુચાથમે સૌથી વધુ 40 વિકેટ ઝડપી. એસોસિએટ પુરુષ ટીમની વાત કરીએ તો નેધરલેન્ડના બ્રેન્ડન ગ્લોવરે અને નેપાળના કેસી કરણે સૌથી વધુ 16-16 વિકેટ ઝડપી. બેટ્સમેનોમાં નેધરલેન્ડનો મેક્સે 702 રન કરી ટોચનું સ્થાન મેળવ્યું છે.

X
ICC બેટ્સમેન રેન્કિંગમાં સ્કોટલેન્ડની સારાહ 13મા ક્રમે.ICC બેટ્સમેન રેન્કિંગમાં સ્કોટલેન્ડની સારાહ 13મા ક્રમે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી