T-20 વુમન્સ રેન્કિંગ / ટોપ-10 બેટ્સમેનમાં 3 ભારતીય ખેલાડી, મંધાના 3 સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે

સ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટો
સ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટો

  • ટોપ-10 બોલર્સમાં રાધા યાદવ અને દીપ્તિ શર્મા સંયુક્તપણે ચોથા ક્રમે
  • સ્મૃતિ મંધાનાએ ટ્રાઈ સીરિઝની 5 મેચમાં 2 ફિફટી સહિત 216 રન કર્યા હતા

Divyabhaskar.com

Feb 15, 2020, 10:10 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા ટી20 રેન્કિંગમાં ચોથા નંબરે પહોંચી ગઇ છે. તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં મંધાનાએ 5 મેચમાં 2 અર્ધસદી સાથે 216 રન કર્યા હતા. ફાઇનલમાં તેણે 66 રન કર્યા હતા. તેણે 3 ક્રમની છલાંગ લગાવી છે. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 82 રન કરી શકી હતી અને એકેય અર્ધસદી નહોતી કરી. તે 3 ક્રમ ગગડીને 7મા નંબરે આવી ગઇ છે.

કેપ્ટન હરમનપ્રીત કૌર 9મા સ્થાને યથાવત છે. તેણે ત્રિકોણીય શ્રેણીમાં 118 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ પ્રથમ ક્રમે છે. બોલિંગની વાત કરીએ તો લેગ સ્પિનર પૂનમ યાદવ 6 ક્રમ ગગડીને 12મા નંબરે જ્યારે અનુજા પાટિલ 11 ક્રમ ગગડીને 31મા નંબરે પહોંચી ગઇ છે. દીપ્તિ શર્મા અને રાધા યાદવ સંયુક્તપણે ચોથા ક્રમે છે.

ટોપ 5 બેટ્સમેન:

ખેલાડી દેશ પોઈન્ટ્સ
સૂજી બેટ્સ ન્યૂઝીલેન્ડ 765
સોફી ડિવાઇન ન્યૂઝીલેન્ડ 741
બેથ મૂનિ ઓસ્ટ્રેલિયા 738
સ્મૃતિ મંધાના ભારત 732
મેગ લેનિન્ગ ઓસ્ટ્રેલિયા 715

ટોપ 5 બોલર:

ખેલાડી દેશ પોઈન્ટ્સ
મેગન સ્કટ ઓસ્ટ્રેલિયા 746
સબરીમ ઇસ્માઇલ દક્ષિણ આફ્રિકા 743
સોફિયા ઇંગ્લેન્ડ 734
રાધા યાદવ ભારત 726
દીપ્તિ શર્મા ભારત 726
X
સ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટોસ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી