ટોપ-10 બેટ્સમેનમાં 3 ભારતીય ખેલાડી, મંધાના 3 સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટો - Divya Bhaskar
સ્મૃતિ મંધાના. -ફાઈલ ફોટો
  • ટોપ-10 બોલર્સમાં રાધા યાદવ અને દીપ્તિ શર્મા સંયુક્તપણે ચોથા ક્રમે
  • સ્મૃતિ મંધાનાએ ટ્રાઈ સીરિઝની 5 મેચમાં 2 ફિફટી સહિત 216 રન કર્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા ટી20 રેન્કિંગમાં ચોથા નંબરે પહોંચી ગઇ છે. તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં મંધાનાએ 5 મેચમાં 2 અર્ધસદી સાથે 216 રન કર્યા હતા. ફાઇનલમાં તેણે 66 રન કર્યા હતા. તેણે 3 ક્રમની છલાંગ લગાવી છે. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 82 રન કરી શકી હતી અને એકેય અર્ધસદી નહોતી કરી. તે 3 ક્રમ ગગડીને 7મા નંબરે આવી ગઇ છે.


કેપ્ટન હરમનપ્રીત કૌર 9મા સ્થાને યથાવત છે. તેણે ત્રિકોણીય શ્રેણીમાં 118 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ પ્રથમ ક્રમે છે. બોલિંગની વાત કરીએ તો લેગ સ્પિનર પૂનમ યાદવ 6 ક્રમ ગગડીને 12મા નંબરે જ્યારે અનુજા પાટિલ 11 ક્રમ ગગડીને 31મા નંબરે પહોંચી ગઇ છે. દીપ્તિ શર્મા અને રાધા યાદવ સંયુક્તપણે ચોથા ક્રમે છે.


ટોપ 5 બેટ્સમેન: 

ખેલાડીદેશપોઈન્ટ્સ
સૂજી બેટ્સન્યૂઝીલેન્ડ765
સોફી ડિવાઇનન્યૂઝીલેન્ડ741
બેથ મૂનિઓસ્ટ્રેલિયા738
સ્મૃતિ મંધાનાભારત732
મેગ લેનિન્ગઓસ્ટ્રેલિયા715

ટોપ 5 બોલર:

ખેલાડીદેશપોઈન્ટ્સ
મેગન સ્કટઓસ્ટ્રેલિયા746
સબરીમ ઇસ્માઇલદક્ષિણ આફ્રિકા743
સોફિયાઇંગ્લેન્ડ734
રાધા યાદવભારત726
દીપ્તિ શર્માભારત726