• Gujarati News
  • National
  • 17 year old Mathisha Pathirana Bowled With Malinga like Action And Took 6 Wicket While Giving 7 Runs Only

17 વર્ષીય મથીશા પાથીરાનાએ મલિંગા જેવી એક્શન સાથે બોલિંગ કરતાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાથીરાનાએ કેન્ડીના ટ્રિનિટી કોલેજ માટે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર દેખાવ કર્યો
  • વીડિયોમાં પાથીરાના મલિંગાની માફક જ યોર્કર નાખતો જોવા મળે છે
  • મલિંગાએ વનડેમાંથી નિવૃત્તિ લીધી છે, તે હવે શ્રીલંકા માટે માત્ર ટી-20માં રમે છે

સ્પોર્ટ્સ ડેસ્ક: લસિથ મલિંગા લિમિટેડ ઓવર્સમાં વર્લ્ડના મહાન બોલર્સમાંથી એક છે. તેણે આ વર્ષે જુલાઈમાં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે ઇન્ટરનેશનલ લેવલે હવે માત્ર ટી-20 ફોર્મેટમાં રમે છે. 36 વર્ષીય મલિંગાએ આ મહિને જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20માં 4 બોલમાં 4 વિકેટ ઝડપી હતી. મલિંગાની એક્શનના કારણે બેટ્સમેનને તેનો સામનો કરવામાં તકલીફ પડે છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શ્રીલંકાનો 17 વર્ષીય મથીશા પાથીરાના મલિંગા જેવી જ એક્શન સાથે ધારદાર બોલિંગ કરે છે. 

કેન્ડીના ટ્રિનિટી કોલેજ માટે રમતાં પાથીરાનાએ 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વીડિયોમાં તે મલિંગાની માફક જ યોર્કર નાખતો જોવા મળ્યો છે. પાથીરાનાએ પોતાના ડેબ્યૂ મેચમાં જોરદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક ક્રિકેટ પંડિતોનું માનવું છે કે તે એક વર્ષની અંદર શ્રીલંકા માટે રમતો જોવા મળી શકે છે. મલિંગાએ શ્રીલંકા માટે વનડેમાં ત્રીજા સર્વાધિક વિકેટ ટેકર તરીકે નિવૃત્તિ લીધી હતી. તેણે 220 ઇનિંગ્સમાં 338 વિકેટ ઝડપી હતી. લંકા માટે મુથૈયા મુરલીધરન 523 વિકેટ સાથે પ્રથમ અને ચમિન્ડા વાસ 399 વિકેટ સાથે બીજા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...