ક્રિકેટ / 13 વર્ષ બાદ પાક.ના 8મા ક્રમના ખેલાડીની સદી, યાસિર શાહે 113 રન કર્યા, સ્ટાર્કે 6 વિકેટ ઝડપી

યાસિર શાહ.
યાસિર શાહ.

Divyabhaskar.com

Dec 02, 2019, 09:47 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: યાસિર શાહ (113)એ સદી ફટકારી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાનનો સ્કોર 300 પાર પહોંચાડ્યો હતો. આઠમાં ક્રમે ઉતરેલા યાસિરની ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસમાં પ્રથમ સદી છે. 13 વર્ષ બાદ પાક.ના આઠમાં ક્રમના ખેલાડીએ ટેસ્ટ સદી ફટકારી. છેલ્લે 2006માં કામરાન અકમલે ભારત વિરુદ્ધ 113 રનની ઈનિંગ્સ રમી હતી. પાક. ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 302 રને ઓલઆઉટ થઈ. ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 6 અને પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ્સ 3 વિકેટે 589 રન કરી ડિક્લેર કરી હતી. બીજી ઈનિંગ્સમાં પાક.એ 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ટીમને ઈનિંગ્સથી હાર ટાળવા માટે 248 રનની જરૂર છે. પેટ કમિન્સે પ્રથમ ઈનિંગ્સમાં 3 વિકેટ ઝડપી, જેના કારણે 2019માં તેની ટેસ્ટ વિકેટનો આંક 51 થયો. તે 50 વિકેટનો આંક પાર કરનાર પ્રથમ બોલર છે.

ભારતના 8માં ક્રમના ખેલાડીઓએ સૌથી વધુ 16 સદી ફટકારી છે: ટેસ્ટમાં 8માં ક્રમે ઉતરેલા ખેલાડીઓની વાત કરીએ તો ભારત તરફથી સૌથી વધુ 16 સદી નોંધાઈ છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 114 અડધી સદી નોંધાઈ છે.

ટીમ 50 100
ભારત 76 16
ન્યૂઝીલેન્ડ 60 14
પાકિસ્તાન 34 12
વિન્ડીઝ 65 10
ઓસ્ટ્રેલિયા 90 9
ઈંગ્લેન્ડ 114 8
દ.આફ્રિકા 58 8
X
યાસિર શાહ.યાસિર શાહ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી