ક્રિકેટ / શ્રીલંકાના 10 ખેલાડીઓ પાકિસ્તાન જશે નહીં, પાક મંત્રીએ કહ્યું- આ ક્રિકેટરોને ભારતે ધમકાવ્યા છે

ફવાદ ચૌધરી. -ફાઈલ ફોટો
ફવાદ ચૌધરી. -ફાઈલ ફોટો

  • ફવાદ ચૌધરીએ કહ્યું કે, રમતથી લઈને અંતરિક્ષ સુધી કટ્ટર રાષ્ટ્રવાદની આપણે આલોચના કરવી જોઈએ
  • મલિંગા, મેથ્યુઝ સહિત 10 શ્રીલંકન ક્રિકેટર્સે પાકિસ્તાન પ્રવાસથી નામ પાછું ખેંચ્યું

Divyabhaskar.com

Sep 10, 2019, 05:44 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: શ્રીલંકન ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી નામ પાછું ખેંચી લીધું છે. શ્રીલંકા ક્રિકેટ અનુસાર, વનડે ટીમના કપ્તાન દિમૂઠ કરુણારત્ને, ટી-20 કપ્તાન લસિથ મલિંગા, પૂર્વ કપ્તાન એન્જલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડી સિલ્વા, અકિલા ધનંજય, સુરંગા લકમલ અને દિનેશ ચંડીમલે નામ પાછા લીધા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આમાં ભારતનો હાથ છે.

ફવાદે ટ્વીટમાં લખ્યું કે, મને અમુક સ્પોર્ટ્સ કોમેન્ટેટરે જણાવ્યું છે કે ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકી આપી છે કે જો તે પાકિસ્તાન રમવા જશે તો તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા નહીં મળે. આ ભારતની બહુ ખરાબ ચાલ છે. શ્રીલંકાના ખેલ મંત્રી હેરિન ફર્નાન્ડોએ કહ્યું હતું કે ખેલાડીઓ સુરક્ષાને લઈને ચિંતિત હતા. તેઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને તેમને સમજાવશે કે ટીમને ત્યાં પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવશે.

2009માં 7 ખેલાડીઓ ઘાયલ થયા હતા
2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમ 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ માટે પાકિસ્તાનના પ્રવાસ ગઈ હતી. 1 માર્ચે સીરિઝની બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. 3 માર્ચના રોજ લાહોરના લિબર્ટી ચોક પર શ્રીલંકન ટીમની બસ પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં શ્રીલંકાના સપોર્ટ સ્ટાફ સહિત 7 ખેલાડીઓ ઘાયલ થયા હતા. તે ઘટના પછી ટીમોએ પાકિસ્તાન પ્રવાસ પર જવાનું બંધ કરી દીધું હતું.

X
ફવાદ ચૌધરી. -ફાઈલ ફોટોફવાદ ચૌધરી. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી