IPL 2022માં 30મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં RRના યુઝવેન્દ્ર ચહલે એક જ ઓવરમાં હેર્ટિક સાથે 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તો બીજી બાજુ ઉમેશ યાદવ અને શેલ્ડન જેક્સને ચોગ્ગા-છગ્ગા વરસાવી મેચને જીવંત રાખી હતી. તો ચલો આપણે ચહલની હેટ્રિક સહિત ઉમેશની તોફાની બેટિંગની ઓવર્સ પર નજર ફેરવીએ...
ચહલે એક ઓવરમાં 4 બેટરને આઉટ કર્યા
ઈનિંગની 17મી ઓવર કરવા માટે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો. તેણે પહેલા બોલ પર વેંકટેશ અય્યરને આઉટ કરીને મેચમાં રાજસ્થાનને કમબેક કરાવ્યું હતું. એટલું જ નહીં પછી ચોથા,પાચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લઈ હેટ્રિક લઈ લીધી છે. ચહલે 4 ઓવરમાં 40 રન આપી કુલ 5 વિકેટ લીધી હતી.
KKRના ઉમેશની તોફાની બેટિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સના ઉમેશ યાદવે મુશ્કેલ સમયમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી. તેણે ચહલના તરખાટ પછી ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારી મેચ જીવંત રાખી હતી. એટલું જ નહીં ઉમેશ યાદવે 9 બોલમાં 21 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.