તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈપીએલ:મેક્સવેલ-ડીવિલિયર્સને રાજસ્થાનના બોલરો રોકી શકશે?

ચેન્નઈ2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

IPL 2021 માં 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે રાજસ્થાન રૉયલ્સનો પડકાર રહેશે. બેંગલુરુ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક માત્ર અજેય ટીમ છે. તો રાજસ્થાનને ત્રણમાંથી બે મેચમાં હાર મળી છે. રાજસ્થાનના લિવિંગસ્ટોને પણ ટુર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો છે. જોફ્રા આર્ચર હજુ ટીમ માટે ઉપલબ્ધ નથી થયો.

અત્યાર સુધી ટીમ પાસે 5 જ વિદેશી ખેલાડીઓ છે. ટીમમાં બેટ્સમેનો પાસે અનુભવની ઉણપ જોવા મળી છે. તો બેંગલુરુએ પણ અત્યાર સુધી પોતાની બધી મેચ ચેન્નઈમાં રમી છે. હવે તે આ મેચ મુંબઈના મેદાન પર રમશે. તેથી જોવાનું રહ્યું કે વેન્યુ બદલવાથી તેની રણનીતિ કેવી રહેશે. મેક્સવેલ અને ડિવિલિયર્સના રૂપમાં તેમની પાસે બે અનુભવી મીડલ ઓર્ડરના બેટ્સમેનો છે. જે બેંગલુરુ ટીમમાં મધ્યમક્રમને વધુ મજબુત કરે છે.

તેને રોકવા રાજસ્થાનના બોલરોને મોટો પડકાર રહેશે. રાજસ્થાન પાસે યુવા બોલર ચેતન સાકરીયા અને અનુભવી બોલર જયદેવ ઉનડકટ રહેશે તથા મુસ્તફીઝુર રહેમાન પર વધુ દબાણ રહેશે. જ્યારે બેંગલુરુ ટીમના બોલરોમાં હર્ષલ પટેલની સાથે સિરાજ અને જેમિસન સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બંને ટીમો વચ્ચે લીગમાં કુલ 23 મેચ રમાઇ છે. જેમાં બંનેએ 10-10 મેચમાં જીત મેળવી છે. તો ત્રણ મેચ પરીણામ વગરની રહી છે.

અન્ય સમાચારો પણ છે...