• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • While Batting, Batter Took A Heavy Toilet, Holding On Until The Drinks Break; The Umpire Gestured And Ran To The Dressing Room

IPLના વિચિત્ર કિસ્સાનો વીડિયો:બેટિંગ દરમિયાન બેટરને જોરદાર ટોઈલેટ લાગી, ડ્રિન્ક્સ બ્રેક સુધી રોકી રાખી; અમ્પાયરે ઈશારો કરતા ડ્રેસિંગ રૂમ ભાગ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022 દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં વિચિત્ર ઘટના ઘટી હતી. મીડિયા રિપોર્ટ્સના આધારે GTની બેટિંગ દરમિયાન સાઈ સુદર્શનને જોરદાર ટોઈલેટ લાગી હતી. પરંતુ ઈનિંગ શરૂ હોવાથી તેણે ડ્રિંક્સ બ્રેક સુધી રોકી રાખી હતી. ત્યારપછી જેવો અમ્પાયરે ઈશારો કર્યો કે તાત્કાલિક સુદર્શન ડ્રેસિંગ રૂમ તરફ ભાગ્યો હતો. ત્યારપછી આ બેટર જેવી રીતે મેદાનમાં પરત ફર્યો એનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તો ચલો આપણે સમગ્ર ઘટના પર નજર ફેરવીએ....

ડ્રિંક્સ બ્રેક સુધી ટોઈલેટ ન ગયો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે GTની બેટિંગ દરમિયાન સાઈ સુદર્શન 1-2 બોલ રમે ત્યાં સુધીમાં તેને ટોઈલેટ લાગી ગઈ હતી. પરંતુ ચાલુ મેચમાં લય જાળવી રાખવા અને અન્ય કારણોસર સુદર્શને રોકી રાખી હતી. તેવામાં જેવી 8મી ઓવર પૂરી થઈ એટલે અમ્પાયરે ડ્રિંક્સ બ્રેકનો ઈશારો કર્યો હતો. બસ સુદર્શને તો આ ઈશારો સમજીને તાત્કાલિક ડ્રેસિંગ રૂમ તરફ દોડી ગયો હતો.

હળવો થઈને મેદાનમાં આવતા વીડિયો વાઈરલ
સાઈ સુદર્શન ત્યારપછી ડ્રેસિંગ રૂમમાં હળવો થઈને મેદાનમાં પરત ફર્યો હતો. તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તે ફ્રેશ થઈ ગયો અને હળવો થઈ મેદાનમાં પરત ફર્યો છે.

મેદાનમાં ખેલાડીઓ રાહ જોતા રહ્યા
જોકે આ દરમિયાન મેદાનમાં હાજર તમામ ખેલાડીએ સાઈ સુદર્શનની રાહ જોવી પડી હતી. આની સાથે ઓપનર શુભમન ગિલ ક્રીઝ પર હાજર હતો. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સના આધારે શુભમને દૂરથી ઈશારો કર્યો કે સાઈ તુ જલદી મેદાનમાં આવજે. તમને જણાવી દઈએ કે ડ્રિંક્સ બ્રેક સુધી ગુજરાતનો સ્કોર 8 ઓવરમાં 1 વિકેટના નુકસાને 76 રન કર્યા હતા. ત્યારે શુભમન ગિલ 47 રન અને સાઈ સુદર્શન 21 રન કરી બેટિંગ કરી રહ્યા હતા. ત્યારપછી લિયમ લિવિંગ્સ્ટોન પણ 9મી ઓવર નાંખવા માટે રાહ જોતો રહ્યો હતો.

સુદર્શન અને શુભમન વચ્ચે 101 રનની પાર્ટનરશિપ
આ મેચમાં પંજાબની ટીમે 9 વિકેટના નુકસાને 189 રન કર્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમના વિસ્ફોટક બેટર રાહુલ તેવટિયાએ છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી જીત અપાવી હતી. આ દરમિયાન શુભમન ગિલે 59 બોલમાં 96 રન કર્યા હતા. જ્યારે સાઈ સુદર્શને 30 બોલમાં 35 રન કર્યા હતા. આની સાથે જ શુભમન અને સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 101 રનની પાર્ટનરશિપ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...