તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીવાઈસ છેલ્લા શહેરની ડિટેલ બતાવતું હતું:આઈપીએલના બાયો-બબલમાં ક્યાં ચૂક થઈ? કોરોના અધિકારી પણ પ્રોટોકોલનું પાલન કરાવી શક્યા નહીં

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઈપીએલ-2021 ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે અચોક્કસ મુદ્ત માટે સ્થગિત કરી દેવાઈ છે અને હવે ક્યારે યોજાશે તેનો કોઈ અણસાર નથી. સવાલ એ છે કે બીસીસીઆઈ દ્વારા કડક બાયો-બબલ બનાવાયો હતો તો પછી ખેલાડીઓ કોરોના સંક્રમિત કેવી રીતે થયા? તેના અંગે હવે કેટલીક બાબતો સામે આવી રહી છે.

બીસીસીઆઈ અને ટૂર્નામેન્ટના સૂત્રો સાથે ભાસ્કરે કરેલી વાતમાં કેટલીક ખામી બહાર આવી છે. ખેલાડીઓને બાયો-બબલમાં રાખવા માટે જે ટ્રેકિંગ ડિવાઈસ હતું તે ખરાબ હતું. એટલે કે, કરન્ટ લોકેશન બતાવવાને બદલે ડિવાઈસ છેલ્લા શહેરનું લોકેશન બતાવતું હતું.

1. હોટલમાં બેજવાબદારી
ગાઈડલાઈન : હોટલના કર્મચારીઓ સહિત સેવામાં રહેલા તમામ કર્મચારીઓએ ખેલાડીઓના સંપર્કમાં આવતા પહેલા 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું અને કોરોના તપાસ કરાવવી જરૂરી હતી. ખેલાડીઓના રૂમ પાસે લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ હતો. ખેલાડીઓ માટે અલગ ગેટ પરથી એન્ટ્રી રાખવાની હતી.

લાપરવાહી : અનેક ટીમોએ ઉતાવળમાં હોટલ બુક કરાવી. એટલે હોટલના કર્મચારી અને બીજા સ્ટાફ માટે 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો કરાયો નથી. અનેક હોટલમાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે પ્રવેશ માટે એક જ ગેટ હતો. ખેલાડીઓ માટે અલગ એરિયા રખાયો નહીં.

2. ટ્રાવેલ પોલિસી પણ સંક્રમણનું કારણ
નિયમ : ખેલાડીઓએ જે વિમાનમાં જવાનું હતું, તેને સેનિટાઈઝ કરવાનું હતું. સાથે જ પ્લેનના કર્મચારીઓએ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું જરૂરી હતી.

લાપરવાહી: વિમાનના કર્મચારીને 14 દિવસ ક્વોરેન્ટાઈન રખાયા નહીં. એરપોર્ટ પર પણ લોકોનું આવન-જાવન ચાલુ હતું, એટલે ખેલાડીના સંક્રમિત થવાની સંભાવના હતી.

3. ખરાબ ટ્રેકિંગ ડિવાઈસ : ખેલાડી પર નજર રાખવા ટ્રેકિંગ ડિવાઈસ અપાયું હતું, પરંતુ સૂત્રો અનુસાર ચેન્નઈની કંપનીનું ટ્રેકિંગ બરાબર કામ કરતું ન હતું. એક શહેરમાંથી બીજા શહેરમાં જાવ ત્યારે તે છેલ્લા શહેરનું લોકેશન જ બતાવતું હતું.

અન્ય સમાચારો પણ છે...