RCBની હાર પાછળ કોહલી!:જ્યારે ટીમને તેની જરૂર હતી ત્યારે માત્ર 1 બનાવી આઉટ થઈ ગયો, થોડા રન બનાવ્યા હોત તો ટીમ જીતી જાત

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 22મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બેંગલોરની 23 રને હાર થઈ હતી. RCB સામે 217 રનનો ટાર્ગેટ હતો. ટીમ 9 વિકેટના નુકસાને 193 રન બનાવી શકી. અંતિમ ઓવરોમાં શાહબાજ અહમદ અને દિનેશ કાર્તિકે જે રીતે રન બનાવ્યા એ જોતાં એવું લાગતું હતું કે ટોપ ઓર્ડર બેટ્સમેનોએ જો થોડા રન બનાવ્યા હોત તો આ મેચ RCB આરામથી જીતી જાત.

RCBની આ હાર માટે કોહલીને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ટીમને તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે તે માત્ર એક રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

આ સીઝનમાં કોહલી ફિફ્ટી ફટકારી શક્યો નહિ.
આ સીઝનમાં કોહલી ફિફ્ટી ફટકારી શક્યો નહિ.

કેપ્ટન ઓછા સ્કોર પર આઉટ થયો એટલે કોહલી પાસે મોટી આશા હતી
ટાર્ગેટનો પીછો કરતાં ત્રીજી ઓવરમાં 14 રન પર RCBની પ્રથમ વિકેટ પડી હતી. ફાફ ડુ પ્લેસિસ માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. આવામાં મેદાન પર આવેલા કોહલી પાસે મોટી આશા હતી, પણ તે તો પાણીમાં બેસી ગયો હતો. ત્રણ બોલમાં માત્ર એક રન બનાવી તે આઉટ થયો હતો.

2021ની સીઝનમાં કોહલીએ 119.40ની સ્ટ્રાઈક રેટથી 405 રન બનાવ્યા હતા.
2021ની સીઝનમાં કોહલીએ 119.40ની સ્ટ્રાઈક રેટથી 405 રન બનાવ્યા હતા.

કોહલીની બેટિંગ પહેલાં જેવી રહી નથી
RCBના પૂર્વ કેપ્ટનની બેટિંગ આ સીઝનમાં પહેલાં જેવી જોવા મળતી નથી. કોહલીએ પાંચ મેચમાં 107 રન બનાવ્યા છે. તેણે એકપણ ફિફ્ટી મારી નથી.

આ સીઝનમાં કોહલી કેપ્ટનપદ પણ સંભાળ્યું નથી, આથી તેની પાસે સારા પ્રદર્શનની આશા છે.
આ સીઝનમાં કોહલી કેપ્ટનપદ પણ સંભાળ્યું નથી, આથી તેની પાસે સારા પ્રદર્શનની આશા છે.
અન્ય સમાચારો પણ છે...