KKR vs RCB મેચની 10 યાદગાર પળો:જ્યારે હર્ષલે વિકેટ લીધી ત્યારે વિરાટે તેના માથા પર ચુંબન કર્યું, કોહલીના કારણે ફેનનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેચ દરમિયાન એક ફેન ફની પોસ્ટર લઈને આવ્યો હતો

IPLમાં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમોએ મેચમાં કમાલ કરી બતાવી હતી, પરંતુ છેલ્લે RCB બાજી મારી ગયું હતું અને તેણે KKRને 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ઘણી યાદગાર પળો પણ જોવા મળી હતી. મેચની છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિક આન્દ્રે રસેલની બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી, ત્યારે રસેલ ત્યાં જમીન પર સૂઈ ગયો હતો. મેચ દરમિયાન એક ફેન ફની પોસ્ટર લઈને આવ્યો હતો. પોસ્ટર પર લખ્યું હતું કે કોહલીના કારણે તેની ગર્લફ્રેન્ડે તેને છોડી દીધો છે.

હર્ષલ પટેલે મેચમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી, આ દરમિયાન વિરાટ કોહલી તેના માથા પર ચુંબન કરતો જોવા મળ્યો હતો.

RCBની ઇનિંગ્સની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર દિનેશ કાર્તિકે આન્દ્રે રસેલના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ જોઈને રસેલ જમીન પર સુઈ ગયો હતો.

મેચ દરમિયાન એક દર્શક ફની પોસ્ટર લઈને આવ્યો હતો. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડે તેને છોડી દીધો કારણ કે તેની પાસે ગર્લફ્રેન્ડ કરતાં વિરાટ માટે વધુ સમય હતો.

IPL 2022માં વધુ એક યુવા સ્ટાર ચમક્યો. આકાશ દીપે કોલકાતાના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. વિકેટ લીધા બાદ ઉજવણી કરી હતી.

ડેવિડ વિલીએ શોર્ટ ફાઈન લેગથી પાછળ દોડી રહેલા નીતિશ રાણાનો શાનદાર કેચ પકડ્યો હતો. આ કેચ આ સિઝનના સર્વશ્રેષ્ઠ કેચમાંથી એક માનવામાં આવે છે.

પ્લેયર ઓફ ધ મેચ વાનિન્દુ હસરંગાએ મેચમાં 4 વિકેટ લીધી હતી. વિકેટ લીધા બાદ તે બ્રાઝિલના ફોરવર્ડ નેમારની જેમ જશ્ન મનાવતો જોવા મળ્યો હતો.

મેચ દરમિયાન RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની એક પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે. KKRના બેટ્સમેનને આઉટ થવાથી બચી જતા જોઈને તે આશ્ચર્યચકિત દેખાય છે.

RCBના બેટ્સમેન શેરફેન રદરફોર્ડ તેની ઇનિંગને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયો હતો. તેણે મેચમાં 40 બોલમાં 28 રન બનાવ્યા હતા.

ઉમેશ યાદવના બોલે સતત બીજી મેચમાં કહેર મચાવ્યો હતો. મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા અને 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

RCBને જીતવા માટે છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. દિનેશ કાર્તિકે એક સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને બેંગલુરુને જીત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...