IPLમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને બેંગલોર વચ્ચે મેચ હતી. RCBએ મેચને 4 વિકેટે જીતી લીધી હતી. રાજસ્થાન ભલે મેચ હારી ગયું, પરંતુ ચહલનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે 4 ઓવરમાં 15 રન આપી 2 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન ચહલની પત્ની ધનશ્રીએ સ્ટેન્ડમાં રહીને પતિ અને તેની ટીમનો ભારે ઉત્સાહ વધાર્યો હતો. મેચ દરમિયાન તે આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
મેચની 9મી ઓવરમાં ચહલે ડિવિડ વિલીને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી ધનશ્રીનું રિએક્શન જોવા જેવું હતું. તે ખુશીની મારી નાચવા લાગી અને બૂમો પાડવા લાગી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. તે ટીમની સાથે બાયો-બબલમાં છે.
હૈદરાબાદ સામેની મેચમાં પણ ધનશ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી
IPL 2022માં આ પહેલાંની મેચ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે હતી. એમાં રાજસ્થાને હૈદરાબાદને હરાવ્યું હતું. આ મેચમાં પણ ચહલનું પ્રદર્શન શાનદાર હતું. તેણે 22 રન આપી 3 વિકેટ લીધી હતી. આ મેચ દરમિયાન પણ ધનશ્રીએ બધાનું ધ્યાન ખેચ્યું હતું. તેના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયા હતા.
પ્રોફેશનલ ડાન્સર છે ધનશ્રી, યુટ્યૂબ પર લોકપ્રિય છે
ધનશ્રી પ્રોફેશનલ ડાન્સર છે. ડાન્સ રિલેટેડ તેની એક યુટ્યૂબ ચેનલ પણ છે. ધનશ્રી પોતાની ચેનલ પર બોલિવૂડ ગીતને રિક્રિએટ કરે છે. ધનશ્રીએ 2014માં ડીવાઈ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. ચહલ સાથે તેણે 2020માં લગ્ન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.