વોર્નર આઉટ, દીકરીઓ રડી પડી:પપ્પાને આઉટ થતા ન જોઈ શકી વોર્નરની દીકરીઓ, રિએક્શન વાઈરલ; લડાયક ફિફ્ટી એળે ગઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 27મી મેચમાં બેંગ્લોર સામે દિલ્હીને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ દિલ્હીને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરે દિલ્હીને જીતાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તે પણ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

વોર્નરની મહેનત વ્યર્થ ગઇ
આ મેચમાં દિલ્હી તરફથી ડેવિડ વોર્નર એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં વોર્નરે 38 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 5 શાનદાર સિક્સર ફટકારી હતી. વોર્નરની આ ઇનિંગે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે જીતની આશા જગાવી હતી, પરંતુ પછી તે અંતમાં આઉટ થઈ ગયો અને ટીમ 16 રનથી મેચ હારી ગઈ.

દીકરીઓનું મોઢુ પડી ગયું
વોર્નર 66 રન પર બેટિંગ કરતી વખતે સારી લયમાં દેખાઈ રહ્યો હતો, જ્યારે તેણે વાણિન્દુ હસરંગાની બોલ પર રિવર્સ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો અને તે આઉટ થઈ ગયો. ત્યારબાદ વોર્નરની દીકરીઓની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. વાસ્તવમાં, વોર્નરના આઉટ થયા પછી, તેની દીકરી ઇવી આ જોઈ શકી નહીં અને તે મેદાનમાં રડવા પણ લાગી. તે જ સમયે, વોર્નરની નાની પુત્રીઓ તેમના પિતાના આઉટ થવા પર ખુશ ન હતી.

દિલ્હી મેચ હારી ગયું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સિઝન 15માં તેની ચોથી જીત નોંધાવી છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 16 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. 190 રનના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 173 રન જ બનાવી શકી હતી. આ જીતનો હીરો RCBનો દિનેશ કાર્તિક હતો જેણે અણનમ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...