ડેવિડ વોર્નર ગુસ્સાથી લાલચોળ:આઉટ આપતાં વોર્નર ફિલ્ડ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો, આંખો કાઢી ગુસ્સો વ્યક્ત કર્યો

15 દિવસ પહેલા
ફોટો ક્રેડિટ- IPL

IPL 2022માં રવિવારે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે મેચ રમાઈ હતી. એમાં ચેન્નઈએ દિલ્હીને 91 રને હરાવ્યું હતું. મેચ દરમિયાન દિલ્હીનો સ્ટાર બેટર ડેવિડ વોર્નર ગુસ્સે દેખાયો હતો. તે આ મેચમાં મોટો સ્કોર ન બનાવી શક્યો અને 19 રને આઉટ થઈ ગયો, પરંતુ આઉટ થયા બાદ ડેવિડ વોર્નરનો ગુસ્સો અમ્પાયર પર નીકળ્યો, કારણ કે તે આ નિર્ણયથી નાખુશ હતો.

વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સની ઈનિંગની પાંચમી ઓવરમાં જ્યારે ચેન્નઈનો મહીશ તીક્ષણા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરનો બીજા બોલ ડેવિડ વોર્નરના પેડ પર વાગ્યો હતો. અમ્પાયર નીતિન મેનને તેને આઉટ આપ્યો અને ડિવેડ વોર્નરે રિવ્યૂ લીધો.

રિવ્યૂમાં જોવા મળ્યું કે બોલ ઓફ સ્ટમ્પથી સહેજ ઉપર હતો, એવામાં તેને અમ્પાયર્સ કોલ ગણવામાં આવ્યો, આ સ્થિતિમાં ફિલ્ડ-અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો તો થર્ડ અમ્પાયરનો નિર્ણય પણ આઉટ રહ્યો. ડેવિડ વોર્નર આ કારણે અકળાઈ ગયો.

તે આઉટ થઈને પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે અમ્પાયરે મેનને રોષથી જ જોઈ રહ્યો દેખાયો અને પછી તેમને કંઈક કહ્યું પણ ખરી. વોર્નરના આ વર્તનથી તેના પર એક્શન પણ લેવાઈ શકે છે. આ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા કેવિન પિટરસને પણ ડેવિડ વોર્નરનો આ વ્યવહાર બિલકુલ ન ગમ્યો અને કહ્યું કે અમ્પાયર હંમેશાં દબાણમાં હોય છે, એવામાં તેમની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.

મેચની સ્થિતિ:
ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીને 209નો ટાર્ગેટ આપ્યો હતો, લોકોને આશા હતી કે ડેવિડ વોર્નર મોટી ઈનિંગ રમશે પણ તે સસ્તામાં આઉટ થઈ ગયો. પરિણામ એ આવ્યું કે દિલ્હીનો કોઈ બેટર CSKના બોલરોનો સામનો ન કરી શક્યો અને ફક્ત 117 રને આખી ટીમ સમેટાઈ ગઈ અને CSKએ DCને 91 રને હરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...