રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે લખનઉને હરાવીને પ્લેઓફનો એલિમિનેટર મુકાબલો જીતી લીધો છે. એવામાં ટીમના તમામ ખેલાડી જીતના જશ્નમાં ગળાડૂબ જોવા મળ્યા. RCBના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જીતના જશ્નનો વીડિયો જાહેર થયો.
વિરાટના જોશીલા અંદાજની ચર્ચા
વીડિયોની શરૂઆતમાં વિરાટ કોઈની સાથે ફોન પર વાત કરતાં ખળખળાટ હસતો જોવા મળે છે. તેનું હાસ્ય જણાવે છે કે ટીમ માટે આ જીત કેટલી મોટી છે. એ બાદ વિરાટ ચમચી લઈને જમીન પર બેસી જાય છે અને વિક્ટ્રી સોન્ગ ગાવાનું શરૂ કરે છે. ગીતના અંતમાં જ્યારે RCB કહેવાનો વારો આવે છે, તો વિરાટ પૂરા જોશમાં જોવા મળે છે. તે હાથોને હવામાં ઉત્સાહની સાથે ઉછાળે છે.
જશ્નનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. સતત ત્રીજા વર્ષે પ્લેઓફમાં પહોંચેલી બેંગલોરની ટીમ હજુ સુધી એક વખત પણ ફાઈનલ જીતી શક્યું નથી. એવામાં આ વખતે ફેન્સને આશા છે કે વર્ષોની આશા આ વખતે જરૂરથી પૂરી થશે. વિરાટનું ફોર્મ આખી સીઝનમાં ખરાબ રહ્યું છે, પરંતુ ગુજરાત સામે મસ્ટ વિન મેચમાં 73 રનની ધમાકેદાર ઈનિંગ રમીને કોહલીએ ફોર્મમાં પરત ફર્યો છે. વિરાટનો જોશીલો અંદાજ સતત ચર્ચામાં રહ્યો છે.
નાજુક સમયે મેદાનમાં ઊતરેલા પાટીદારે બેંગલોરને 200નો આંકડો પાર કરાવી દીધો
લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ એલિમિનેટરમાં ફાફની વિકેટ જલદી પડી ગઈ. એ બાદ RCB માટે મેદાનમાં ફર્સ્ટ ડાઉન બેટર તરીકે રજત આવ્યો. પહેલા તેણે વિરાટની સાથે બાજી સંભાળી અને પછી ખૂલીને શોટ લગાવતાં 28 બોલમાં 7 બાઉન્ડરી અને 2 સિક્સની મદદથી ફિફ્ટી પૂરી કરી. આ દરમિયાન બંનેનો સ્કોર 70 રને પહોંચ્યો હતો, પરંતુ ત્યારે વિરાટ ઝડપથી રન બનાવવા જતા આઉટ થઈ ગયો.
ફેન્સને લાગ્યું કે અહીંથી ટીમની મુશ્કેલી વધી શકે છે. એવામાં રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતાં બેંગલુરુ વિંગમાં જશ્નનો માહોલ બનાવી દીધો. પ્લેઓફમાં ટીમ માટે રજતે એક એવી યાદગાર ઈનિંગ રમી, જેને હંમેશાં યાદ રાખવામાં આવશે. મુશ્કેલ સમયમાં આવીને ટીમને સંભાળી અને ધમાકેદાર સેન્ચુરી ફટાકરી. 49 બોલમાં 11 બાઉન્ડરી અને 6 સિક્સની મદદથી આ બેટ્સમેને સેન્ચુરી મારી. છેલ્લે સુધી નોટઆઉટ રહેતાં રજતે ટીમ માટે મોટો સ્કોર બનાવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.