કોહલી-સિરાજનું બોન્ડિંગ:મેચ પહેલા વિરાટ મસ્તીના મૂડમાં જોવા મળ્યો, મિયાં મેજીક સિરાજ સાથે મન ભરીને ડાન્સ કર્યો-વીડિયો વાઈરલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 13મી મેચમાં કિંગ કોહલી અને સિરાજનું બોન્ડિંગ જોવા મળ્યું હતું. રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી મેચમાં ટોસ બાદ બેંગ્લોરના ખેલાડીઓ મેદાનમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ગ્રાઉન્ડ પર જ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કોહલીના આ ડાન્સને ચાહકોએ ભરપૂર માણ્યો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પોતાના ફેન્સના મનોરંજન માટે અવારનવાર કંઈક ને કંઈક કરતો જોવા મળે છે.

ફેન્સને ગમે છે ડાન્સર કોહલી
આ પહેલીવાર નથી જ્યારે કોહલી મેદાન પર ડાન્સ મૂવ્સ એન્જોય કરતો જોવા મળ્યો હોય. આ પહેલા પણ કોહલી હોટલ, મેદાન અને ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો છે. હાલમાં જ તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં હોટલ સ્ટાફ સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.

મેચ બાદ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક
મેચ બાદ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક

મેચમાં કોહલી ફ્લોપ
મેચની વાત કરીએ તો મેચમાં બેંગ્લોરે રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું હતું. ફરી એકવાર દિનેશ કાર્તિકે પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. તે જ સમયે, વિરાટ કોહલી RCBની ઇનિંગ્સની 9મી ઓવરના ચોથા બોલ પર 5 રન બનાવીને રનઆઉટ થયો હતો. ફરી એકવાર કોહલી ફ્લોપ રહ્યો હતો.

ચહલે વિરાટ કોહલીને રન આઉટ કર્યો હતો
ચહલે વિરાટ કોહલીને રન આઉટ કર્યો હતો

RCBને જીતવા 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શાહબાઝ અહેમદે સૌથી વધુ 45 રન બનાવ્યા, જ્યારે દિનેશ કાર્તિક 44 રન બનાવી અણનમ રહ્યો. RR તરફથી ચહલ અને બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી.

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરતા રાજસ્થાને 3 વિકેટના નુકસાને 169 રન બનાવ્યા હતા. જોસ બટલરે 47 બોલમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, શિમરોન હેટમાયર 31 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. RCB તરફથી હસરંગા, વિલી અને હર્ષલે 1-1 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...