કોહલીના ફ્લિક શોટની ચર્ચા:વિરાટે એવો શોટ ફટકાર્યો કે જય શાહ અને ગાંગુલી ખુશ થઈ ગયા, તાળીઓ પાડી પ્રશંસા કરી; પ્રતિક્રિયા વાઇરલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની એલિમિનેટર મેચમાં RCBના વિરાટ કોહલીએ એવો શોટ માર્યો કે જય શાહ અને સૌરવ ગાંગુલી ખુશ થઈ ગયા હતા. રોયલ ચેલેન્જર બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ સામસામે હતી. જોકે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ, જેમાં RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. તેવામાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યો ત્યારે ફેન્સની સાથે BCCIના દિગ્ગજો પણ તેને ચિયર કરવા લાગ્યા હતા. ચાલો, આપણે સમગ્ર ઘટના પર નજર કરીએ....

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા માટે બેંગલોરના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસ મેદાનમાં ઊતર્યા હતા.
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા માટે બેંગલોરના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસ મેદાનમાં ઊતર્યા હતા.

બીજી ઓવરમાં વિરાટનો શાનદાર ફ્લિક શોટ
RCBની બેટિંગ દરમિયાન બીજી ઓવરના પહેલા બોલ પર વિરાટે શાનદાર શોટ માર્યો હતો. દુષ્મંતા ચમીરાની ઓવરમાં કોહલી લેગ સાઈડ પર ફ્લિક શોટ રમ્યો હતો, જેને જોઈને ફેન્સ તથા કોમેન્ટેટર પણ ખુશ થઈ ગયા હતા.

જય શાહ અને ગાંગુલીએ તાળીઓ પાડી
વિરાટ કોહલીના ફ્લિક શોટથી ફેન્સ જ નહીં, જય શાહ અને સૌરવ ગાંગુલી પણ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન બંનેએ એકબીજા સામે જોયું અને કોહલીની પ્રશંસા કરી હતી. ત્યાર પછી બંને તાળીઓ પણ પાડવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી અને જય શાહ સતત IPL મેચ જોવા આવી રહ્યા છે. વળી, હવે પ્લેઓફ મેચ રમાઈ રહી છે એવામાં એલિમિનેટર જેવી મહત્ત્વપૂર્ણ મેચ જોવા માટે પણ તેમણે સ્ટેડિયમમાં હાજરી આપી હતી. જો વિરાટ કોહલીની વાત કરીએ તો આ મેચમાં તે માત્ર 25 રન જ કરી શક્યો હતો, જેમાં તેણે 24 બોલ રમ્યા અને માત્ર 2 ચોગ્ગા જ ફટકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...