કોહલીના જૂદા-જૂદા સ્વરુપ:થર્ડ અમ્પાયરના No-Ball આપવા પર રોષે ભરાયો વિરાટ, ફિલ્ડ અમ્પાયરે સમજાવ્યો તો હસવા લાગ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શનિવારે મેદાનમાં અમ્પાયર સાથે બાખડ્યો હતો. ગુજરાતની ઇનિંગ્સની 9મી ઓવરમાં શાહબાઝ અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને ચોથા બોલ પર શુભમન ગિલ સ્ટ્રાઇક પર હતો. બોલ ગિલ પાસેથી નીકળ્યો અને વિકેટકીપર અનુજ રાવતના ગ્લોવ્સમાં ગયો.

RCBએ શુભમન સામે જોરદાર અપીલ કરી અને અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યો. ગીલે તરત જ રિવ્યુ લીધો. રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ બેટ સાથે અથડાયા વિના અનુજના ગ્લોવ્સમાં ગયો હતો. અમ્પાયર ગિલને નોટઆઉટ આપવાના હતા, પરંતુ જ્યારે ત્રીજા અમ્પાયરે વિકેટકીપરના ગ્લોવ્ઝ તરફ જોયું તો તે સ્ટમ્પની આગળ આવી રહ્યો હતો.

આવી સ્થિતિમાં, નિયમો અનુસાર, આ બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો. નિયમો મુજબ વિકેટકીપરના ગ્લોવ્ઝ સ્ટમ્પની લાઇનની આગળ ન આવવા જોઈએ. જો આવું થાય, તો નો-બોલ આપવામાં આવે છે.

અમ્પાયર વિરેન્દ્ર શર્મા સાથે ચર્ચા કરતો કોહલી
અમ્પાયર વિરેન્દ્ર શર્મા સાથે ચર્ચા કરતો કોહલી

ભડક્યો કોહલી
ત્રીજા અમ્પાયરે નો બોલ આપ્યા બાદ બેંગ્લોરની આખી ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. વિરાટ પણ તરત જ ગ્રાઉન્ડ અમ્પાયર પાસે ગયો અને આ વિશેની વાત કરવા લાગ્યો. કોહલી ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો અને તેણે અમ્પાયરને પ્રશ્ન પણ કર્યો. જ્યારે અમ્પાયરે તેના સવાલનો જવાબ આપ્યો તો વિરાટ પણ હસી પડ્યો.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોહલી અમ્પાયર સાથે ઝઘડ્યો હોય. આ પહેલા પણ ઘણી વખત વિરાટને મેદાન પર અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતો જોવા મળ્યો છે.

14 ઇનિંગ્સ બાદ વિરાટ કોહલીની ફિફ્ટી
ગુજરાત સામે કોહલી ફોર્મમાં પરત ફર્યો છે . તેણે 53 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. IPL 2022માં વિરાટની આ પ્રથમ ફિફ્ટી છે. 14 ઈનિંગ્સ પછી વિરાટ ફિફ્ટી ફટકારી. જોકે, તેની ઇનિંગ્સ થોડી ધીમી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 109 હતો.

RCBએ લગાવી હારની હેટ્રિક
બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 170/6નો સ્કોર બનાવ્યો. ગુજરાતને 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ગુજરાતે 19.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે ફરી એકવાર ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેવટિયાએ મેચમાં 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. તે જ સમયે, મિલરે 24 બોલમાં 39 રન બનાવ્યા હતા.

આ જીત સાથે ગુજરાતની ટીમ લગભગ પ્લે-ઓફમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, RCB સતત ત્રીજી મેચમાં હારી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...