• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Virat Cried After Losing The Match, Kohli Also Lashed Out At The Umpires For Out not Out Controversy; Fans Saw Both His Forms On The Field

કિંગ કોહલી થયો ભાવુક:મેચ હાર્યા પછી વિરાટ રડી પડ્યો, ત્રિપાઠીને નોટઆઉટ આપતાં અમ્પાયર્સ પર પણ ભડક્યો; ફેન્સે તેનાં બંને રૂપ જોયાં

13 દિવસ પહેલા

IPL-14 ફેઝ-2ની એલિમિનેટર મેચ દરમિયાન વિરાટ કોહલીનો ઉગ્ર તથા ભાવુક સ્વભાવ ફેન્સ સામે આવ્યો હતો. મેચમાં સ્કોર ડિફેન્ડ કરતા સમયે અમ્પાયરે ત્રિપાઠીને નોટઆઉટ આપ્યો હોવાથી તેમના નિર્ણય પર તે ગુસ્સે થયો હતો. વળી, બીજી બાજુ RCBના કેપ્ટન તરીકે છેલ્લી મેચ હારી જતાં વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈને રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે, એવામાં તેને મેદાન પર આમ તૂટી જતા જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા.

કોલકાતાએ 4 વિકેટથી RCBને હરાવ્યું, કોહલી ભાવુક થયો
છેલ્લી ઓવરના ચોથા બોલ પર શાકિબ અલ હસને સિંગલ લીધાની સાથે જ કોલકાતાની ક્વોલિફાયર-2માં પ્રવેશ કરાવી RCBને 4 વિકેટથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક દિવસો પહેલાં જ RCBના કેપ્ટનપદેથી આ સીઝન પછી રાજીનામું આપી દીધું હતું. તેવામાં આ મેચ 4 વિકેટથી હારી ગયાની ગણતરીની મિનિટમાં વિરાટ કોહલી ગ્રાઉન્ડ પર જ રડી પડ્યો હતો. તેને આમ રડતો જોઈને સોશિયલ મીડિયામાં પણ ફેન્સ તેના સપોર્ટમાં પોસ્ટ કરવા લાગ્યા હતા.

વિરાટ કોહલી RCB કેપ્ટન તરીકે પોતાની છેલ્લી સીઝનમાં પણ ટીમને ટ્રોફી જિતાડવામાં નિષ્ફળ રહેતાં રડી પડ્યો હતો. આ મેચ દરમિયાન મેદાનમાં કોહલી ઉગ્ર રૂપની સાથે ભાવુક થતો જોવા મળ્યો હતો. કોલકાતાના કેપ્ટનને શુભેચ્છા પાઠવ્યા બાદ ડ્રેસિંગ રૂમ ફરતા સમયે કોહલી આંખ આડો હાથ કરી રડવા લાગ્યો હતો. તેની આ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે વિરાટ ટી-શર્ટનો સહારો લઈને આંસુ લૂંછવા પણ લાગ્યો હતો અને તેના ફેન્સ નિરાશ ન થાય એ માટે પોતાના રડવા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ફેન્સની પ્રતિક્રિયા વાઇરલઃ
ચેન્નઈ સુપર કિંગ્સના એક સમર્થકે ટ્વીટ કરીને લખ્યું હતું કે હું વિરાટ કોહલીને આમ રડતો જોઈ શકું એમ નથી. મારી ઈચ્છા છે કે ચેન્નઈ ટાઈટલ જીતે, પરંતુ આ ક્વોલિફાયર-2માં કોહલીને હું આમ હારતા જોઈ શકું એવી સ્થિતિમાં નથી.​​​​​

7મી ઓવરમાં ફિલ્ડ અમ્પાયરનો ખરાબ નિર્ણય, કોહલીનું ઉગ્ર રૂપ પણ જોવા મળ્યું
વિરાટ કોહલીએ ઈનિંગની 7મી ઓવર કરવા માટે યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યો હતો. ચહલે આ ઓવરના પાંચ બોલમાં 5 સિંગલ આપી સારી બોલિંગ કરી હતી. એવામાં તેની ઓવરના છેલ્લા બોલનો સંપર્ક પહેલા પેડ સાથે થયા પછી બેટ સાથે થયો હતો. આ દરમિયાન ચહલ સહિત વિકેટકીપરે પણ અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે તાત્કાલિક તેના વિરુદ્ધની અપીલને નકારી દીધી હતી.

વિરાટ કોહલીએ અમ્પયારના નિર્ણયને પડકાર્યો
વિરાટ કોહલીએ રાહુલ વિરુદ્ધની અપીલને પગલે પહેલા ચહલ સાથે ચર્ચા કર્યા પછી DRS લેવાનો નિર્ણય લીધો હતો. થર્ડ અમ્પયારે રિપ્લે જોયું ત્યારે સ્પષ્ટપણે બોલ પહેલા પેડ પર વાગ્યો હતો. જેને કારણે તેમણે LBW આઉટ છે કે નહીં એ તપાસ કરવા બોલ ટ્રેકિંગનો સહારો લીધો હતો. એમાં ઈમ્પેક્ટ-ઈનલાઈન તથા વિકેટ હિટિંગ હોવાથી થર્ડ અમ્પયારે તેને આઉટ જાહેર કર્યો હતો.

ફિલ્ડ અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો
થર્ડ અમ્પાયરે તમામ રિપ્લે જોયા પછી ફિલ્ડ અમ્પાયરને આઉટ આપવા માટે અપીલ કરી હતી, જેને કારણે રાહુલ ત્રિપાઠીને ઈનિંગની 7મી ઓવરમાં માત્ર 6 રનના અંગત સ્કોરમાં પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

વિરાટ કોહલીએ અમ્પાયર્સ સાથે ઊગ્ર ચર્ચા કરી
આ સમગ્ર ઘટના પછી વિરાટ કોહલી અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં વિરાટ કોહલી તથા મોર્ગનની ટીમ માટે આ મેચ કરો અથવા મરો જેવી હતી. જેથી અમ્પયારના આવા સાધારણ નિર્ણય સામે વિરાટ કોહલીએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે આ અપીલ કરવા માટે જાણે આખી RCBની ટીમે અમ્પાયર્સને મનાવવાની કોશિશ કરી હોય એવું દૃશ્ય ચાલુ મેચમાં જોવા મળ્યું હતું.

મેચ હાર્યા પછી કોહલી આંખમાંથી આંસુ રોકી શક્યો નહીં.
મેચ હાર્યા પછી કોહલી આંખમાંથી આંસુ રોકી શક્યો નહીં.

KKRએ 4 વિકેટથી RCBને હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોરને 4 વિકેટથી હરાવી ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે. આ હારની સાથે જ RCB ટીમની સફર IPL-14માં સમાપ્ત થઈ ગઈ છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 138/7નો સ્કોર કર્યો હતો અને 139 રનનો ટાર્ગેટ KKRને આપ્યો હતો, જેને કોલકાતાની ટીમે 2 બોલ પહેલાં ચેઝ કરી 4 વિકેટથી મેચ લીધી હતી.

આ સીઝનમાં કોહલીનું પ્રદર્શન
કોલકાતા સામેની આ મેચમાં કોહલીએ 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. IPLની આ સીઝનમાં કોહલીએ 15 મેચમાં 405 રન બનાવ્યા છે, જેમા 43 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા છે.

અન્ય સમાચારો પણ છે...