• Gujarati News
  • Sports
  • Cricket
  • Very Tough Bio bubble For IPL, 100 Member Medical Team Will Help, 200 Tests Will Be Done Daily, Air Ambulance Will Also Be Available

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:IPL માટે ચુસ્ત બાયો-બબલ, UAEની 14 હોટલોમાં 750થી વધુ સ્ટાફના ટેસ્ટ થયા; ટૂર્નામેન્ટ દરમિયાન 30 હજાર ટેસ્ટ કરાશે

દુબઈએક મહિનો પહેલાલેખક: દુબઈથી ભાસ્કર માટે શાનીર એન સિદ્દીકી
  • કૉપી લિંક
  • મેડિસિન અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે 100 મેમ્બર્સની ટીમ બનાવાઈ

IPL-14ના બીજા ફેઝમાં કોરોના પગપેસારો ન કરે તે માટે BCCI ચુસ્ત બાયો-બબલની વ્યવસ્થા કરી છે. લીગ દરમિયાન ઇમરજન્સી મેડિકલ સર્વિસ, સ્પોર્ટ્સ મેડિસિન સપોર્ટ, સ્પેશિયાલિસ્ટ ટેલી કંસલ્ટેશન, ડોકટર ઓન કોલ, એમ્બ્યુલન્સ, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે UAEના VPS હેલ્થકેરને પાર્ટનર બનાવ્યું છે.

મેડિસિન અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે 100 મેમ્બર્સની ટીમ બનાવાઈ છે. જે ખેલાડીઓની મદદ કરશે. તેવામાં દરેક મેચ માટે સ્ટેડિયમમાં 2 મેડિકલ ટીમ ઉપલબ્ધ રહેશે, જેમાં ડોકટર્સ, નર્સ, પેરામેડિક્સ અને લેબ ટેક્નિશિયન હશે.

મેચ ઓછી પણ ટેસ્ટ વધારે
બીજા ફેઝમાં ઓછામાં ઓછી મેચ રમાશે પરંતુ કોવિડ ટેસ્ટ વધારે થશે. ખેલાડીઓ UAE પહોંચે તે પહેલા દુબઈ અને અબુધાબીની 14 હોટલના લગભગ 750થી વધુ સ્ટાફનો ટેસ્ટ કરાયો હતો. નવા કોવિડ પ્રોટોકોલ અનુસાર, તમામ ખેલાડીઓ અને ઓફિશિયલ્સનો દર ત્રીજા દિવસે ટેસ્ટ થશે. ટૂર્નામેન્ટ દરમિયાન 30 હજાર કોરોના ટેસ્ટ થશે. આના સિવાય તેમના માટે સેફ બાયો-બબલની સુવિધા પુરી પાડવા માટે લીગ પૂરી ન થાય ત્યાં સુધી મેડિકલ સ્ટાફને ખેલાડીઓની હોટલમાં જ રહેવાની વ્યવસ્થા કરી અપાશે.

VPSના CEO ડોકટર શાઝિર ગફ્ફારે કહ્યું અમારી ટીમ IPL દરમિયાન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવાવા માટે તૈયાર છે. અમે ટૂર્નામેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી એક સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મહામારી દરમિયાન હાઇ-પ્રોટોકોલ સ્પોર્ટ્સ ઇવેન્ટના મુદ્દે UAEનો સ્ટ્રાઇક રેટ સૌથી સારો છે. IPL પછી T-20 વર્લ્ડ કપ પણ ત્યાં જ રમાશે. આશા છે કે આનાથી UAE એક સુરક્ષિત ગ્લોબલ સ્પોર્ટિંગ ડેસ્ટિનેશન તરીકે બહાર આવે.

2019 બાદ પહેલીવાર મેચ સમયે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી રહેશે
IPL માટે સીમિત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરવાનગી મળી ગઇ છે. 19 સપ્ટેમ્બરતી યુએઈના ત્રણ શહેર દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં લીગની બીજા ચરણની મેચ રમાશે. પહેલી મેચ દુબઈમાં ગત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

2019 બાદ આ પહેલીવાર હશે જ્યારે દર્શકોની હાજરીમાં લીગની મેચ રમાશે. જોકે લીગના આયોજકોએ એ નથી કહ્યું કે કેટલી ક્ષમતામાં દર્શકોને પ્રવેશવા દેવામાં આવશે. પણ સુત્રોનું માનીએ તો સ્ટેડિયમમાં 50% ની ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશવા દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...