ભારતનો 'બ્રેટ લી' ઉમરાન મલિક:ભારતને મળ્યો વધુ એક ઘાતક બોલર, કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિકે ડેબ્યૂ મેચમાં 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંક્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IPLની આ સીઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી ઝડપી બોલ ફેંકનાર મોહંમદ સિરાજનો રેકોર્ડ તોડ્યો

જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર ઉમરાન મલિકે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાની ડેબ્યુ મેચમાં જ પોતાની ઝડપથી દરેકને પ્રભાવિત કર્યા છે. તેણે 150.06 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો, જે IPLની આ સીઝનમાં કોઈપણ ભારતીય બોલર તરફથી ફેંકવામાં આવેલો સૌથી ઝડપી બોલ છે. હૈદરાબાદની ટીમમાં ટી. નટરાજનને કોરોના હોવાને કારણે ઉમરાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો.

21 વર્ષીય ઉમરાનને ભલે કોઈ વિકેટ ન મળી, પરંતું તેણે 4 ઓવરમાં કુલ 27 રન જ આપ્યા. તેણે ટી-20 ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ આ જ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર તરફથી કર્યું હતું. મલિકને KKR સામેની મેચમાં ઝડપી બોલર સંદીપ શર્માના સ્થાને હૈદરાબાદની પ્લેઈગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. મલિકે પોતાની ડેબ્યુ મેચમાં જ પોતાની સ્પીડથી દરેકને પ્રભાવિત કર્યા છે. કોમેન્ટરીથી લઈને સોશિયલ મીડિયા સુધી તેની સ્પીડની ચર્ચા થઈ.

મોહમ્મદ સિરાજનો રેકોર્ડ તોડ્યો
IPLની આ સીઝનમાં ભારતીય બોલર તરીકે સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર મોહંમદ સિરાજ હતો. તેણે 147.68ની ઝડપથી બોલ ફેંક્યો હતો. મલિકે 150.06 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંકીને સિરાજનો રેકોર્ડ તોડી ઝડપી બોલની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે

SRH પ્લે-ઓફથી બહાર
દુબઈમાં રમાયેલી આ મેચમાં ઉમરાનની ટીમ SRHને હારનો સામનો કરવો પડ્યો. KKRએ SRHના આપેલા 116 રનના લક્ષ્યાંકને 2 બોલ બાકી હતા ને પાર પાડી દીધો હતો. કોલકોતાની ટીમ આ જીતના સાથે પ્લે-ઓફની રેસમાં ચાલુ છે, જ્યારે SRHની ટીમ પહેલેથી જ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ભારત ફાસ્ટ બોલિંગમાં બાદશાહ બની રહ્યું છે
ભારતમાં એક સમયે એવું કહેવામાં આવતું હતું કે ભારતમાં ફાસ્ટ બોલરો પેદા નથી થઈ શકતા. લોકો કહેતા હતા કે ઝડપી બોલરો પાકિસ્તાનમાં અને સ્પિનરો ભારતમાં હોય છે. વર્ષ 1980ના દાયકામાં ટીમ ઈન્ડિયાને કપિલ દેવના સ્વરુપે ઝડપી બોલર મળ્યો. 1990નો દાયકો જાવાગલ શ્રીનાથના નામે રહ્યો હતો.

ત્યાર બાદ ઝહીર ખાન, આશિષ નેહરા, અજિત અગરકર અને ઈરફાન પઠાણ જેવા બોલરો આવ્યા ત્યારે લાગ્યું કે ભારતમાં ફાસ્ટ બોલર્સને લઈને કહેવામાં આવતી કહેવત ખોટી સાબિત થઈ રહી છે અને એવું થયું પણ ખરું. વર્તમાન સમયમાં દુનિયાનો સૌથી બેસ્ટ પેસ એટેક ભારત પાસે છે.

અન્ય સમાચારો પણ છે...