• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Umran Malik Of Kashmir Bowled The Fastest IPL Season Of The Season At 152.95 Per Hour; 5 Consecutive Balls Thrown At A Speed Of 150 KMPH

ઉમરાને ફેંક્યો 'ફાસ્ટેટ બોલ ઓફ ધ IPL-2021':કાશ્મીરના ઉમરાન મલીકે IPLની આ સિઝનનો સૌથી ઝડપી 152.95 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો; સતત 5 બોલ 150 KMPHની ઝડપે ફેંક્યા

17 દિવસ પહેલા
ઉમરાન મલિક- (ફોટો.સોશિયલ મીડિયા)
  • ફર્ગ્યુસન, નોર્તજે જેવા ઈન્ટરનેશનલ ફાસ્ટ બોલર હોવા છતા ભારતીય બોલરે સીઝનનો અત્યાર સુધીનો ફાસ્ટેટ બોલ ફેંક્યો

IPLમાં હંમશા યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવાનો પ્રયત્ન કરતા હોય છે. આ એક એવી લીગ છે કે જેમાંથી ભારતને ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે. ફરી એક વખત IPLમાંથી એક યુવા ફાસ્ટ બોલર મળી આવ્યો છે અને તે છે કાશ્મીરનો ઉમરાન મલીક. તે ભારતનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલર છે, જે 153KMPHની સ્પિડે બોલ ફેંકી શકે છે. SRHના 21 વર્ષિય બોલર મલિક RCB વિરુદ્ધ પોતાની ઝડપી બોલિંગની પ્રતિભા બતાવી રહ્યો હતો. ઉમરાને RCBના વિકેટકીપર કેએસ ભરતને આઉટ કરીને પોતાની પહેલી વીકેટ હાંસલ કરી.

ભારતને મળ્યો અત્યારસુધીનો સૌથી ઝડપી બોલર
કાશ્મીરના આ બોલરે દરેક લોકોના દીલ જીત્યા છે. સોશિયલ મીડિયામાં તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. RCBની ઈનિંગ્સની 9મી ઓવરમાં મલિકે સતત પાંચ બોલ 150KMPHની સ્પિડે નાખ્યાં. તે દરમિયાન મલિકે ઓવરના ચોથા બોલ પર 153KMPHની સ્પિડે બોલ ફેંકીને ફાસ્ટેટ બોલ ઓફ ધ IPL-14 ફેંકનાર બોલર બન્યો હતો. આ સીઝનમાં ભારતીય બોલર સાથે વિદેશી બોલરોમાં પણ તે ફાસ્ટ બોલની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે.

ઉમરાન જમ્મુ-કાશ્મીર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે
સૌથી મહત્વની વાત એ છે કે ઉમરાન મલિક તરીકે ભારતને એક ફાસ્ટ બોલર મળ્યો છે જે 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આ ગતિએ બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ જેવા બોલરો પણ ઉમરાન મલિકની પાછળ છે. ઉમરાન મલિકનો જન્મ 22 નવેમ્બર, 1999ના રોજ શ્રીનગરમાં થયો હતો. ઉમરાન મલિક જમ્મુ-કાશ્મીર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. ઉમરાને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના રાજ્ય માટે પ્રથમ ટી-20 મેચ રમી હતી જ્યારે તે રેલવે ટીમ સામે મેદાન પર ઉતર્યો હતો. તે મેચમાં ઉમરાને 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...