ચેન્નાઈ સુપર કિંગ્સના મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ શનિવારે ટ્વિટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બપોરે 12:46 વાગ્યે રાયડુએ લખ્યું કે આ તેની છેલ્લી IPL છે. ટ્વીટ થતાં જ લોકો વિચારમાં પડી ગયા હતા. પરંતુ 15 મિનિટમાં જ રાયડુએ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. ત્યાર પછી, CSKના CEO કાશી વિશ્વનાથને એક નિવેદનમાં કહ્યું કે 'ના, એવું નથી. રાયડુ નિવૃત્તિ લેવાનો નથી પરંતુ બની શકે છે કે તે તેના પ્રદર્શનથી નાખુશ હોય. તેથી જ તેણે માનસિક દબાણ હેઠળ આમ પોસ્ટ કરી હશે. રાયડુ અમારી સાથે આવતા વર્ષે પણ CSKનો ભાગ રહશે અને રમશે.
રાયડુએ પોસ્ટમાં લખ્યું- મુંબઈ અને ચેન્નઈનો આભાર
અંબાકી રાયડુએ લખ્યું કે મને તમને જણાવતા આનંદ થાય છે કે આ મારી IPLની છેલ્લી સિઝન હશે. આ લીગમાં બે ટીમો સાથે રમીને મેં 13 વર્ષ ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. હું આ સુખદ પ્રવાસ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર માનું છું.
રાયડુને રિટાયરમેન્ટ ટ્વીટ ડિલીટ કરવામાં માત્ર 15 મિનિટનો સમય લાગ્યો હતો, પરંતુ આ દરમિયાન લગભગ આઠ હજાર લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી.
રાયડુનું એકાઉન્ટ હેક થયું નહોતું
2020 પછી અંબાતી રાયડુના ટ્વિટર એકાઉન્ટ પરથી આ પહેલું ટ્વિટ હતું. આ કારણે તેનું એકાઉન્ટ હેક થવાની આશંકા છે. પરંતુ ત્યારપછી એ પણ સ્પષ્ટ થયું કે રાયડુનું એકાઉન્ટ હેક થયું નથી.
રાયડુએ આ સિઝનમાં 271 રન કર્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.