તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ ઇન્ડિયન્સનું એનાલિસિસ:MIની બેટિંગ લાઈનઅપમાં ટોપ-7 બેટ્સમેન છે બિગ હીટર્સ, સ્પિનર્સની કમી કરી શકે છે ટીમને હેરાન

ચેન્નઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે છઠ્ઠી વખત IPL ચેમ્પિયન બનવા મેદાને ઊતરશે. તેમનો પહેલો મુકાબલો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે છે. મુંબઈ લીગની સૌથી મજબૂત ટીમ છે. ટીમમાં રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ જેવા પાવરફૂલ હીટર્સ છે. તેમજ ગઈ સીઝનમાં જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા વર્લ્ડ ક્લાસ બોલર્સ પણ છે. ટીમને એક ક્વોલિટી સ્પિનરની કમી જરૂર પડી શકે છે. ટીમમાં રાહુલ ચહર અને કૃણાલ પંડ્યા જ સ્પિનર છે. ગઈ સીઝન રાહુલ માટે ખાસ નહોતી રહી.

તાકાત
મુંબઈ સતત બે ટાઇટલ જીતનાર માત્ર બીજી ટીમ
2019માં ટાઇટલ જીત્યા બાદ રોહિતની ટીમે 2020ની સીઝન પણ પોતાના નામે કરી હતી. તે સતત બે વર્ષ ચેમ્પિયન બનનાર બીજી ટીમ છે. આ પહેલાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપકિંગ્સની ટીમ 2010 અને 2011માં આવું કરી ચૂકી છે. મુંબઈની ટીમ એક કોર ગ્રૂપ જાળવી રાખવમાં માને છે. મોટાભાગના ખેલાડીઓ 5-6 વર્ષથી એક સ્થાને રમી રહ્યા છે. અને તેમને પોતાનો રોલ બહુ સારી રીતે ખબર છે.

મુંબઈની બેટિંગ લાઈનઅપ ઘણી મજબૂત છે. તેમની પાસે રોહિત અને કવિન્ટન ડી કોકના રૂપમાં વિસ્ફોટક ઓપનિંગ જોડી છે. જો આ બંનેમાંથી કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેમના વિકલ્પ તરીકે ક્રિસ લિન હાજર છે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર અને ઈશાન છે. ગયા વર્ષે બંનેના સારા પ્રદર્શને જ તેમને નેશનલ ટીમમાં સ્થાન અપાવ્યું હતું.

સૂર્યકુમાર અને ઈશાનની જોડી
2020માં સૂર્યકુમાર (480)એ સતત ત્રીજી સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા. જ્યારે ઈશાને સીઝનમાં મુંબઈ માટે સૌથી વધુ 516 રન બનાવ્યા. બંનેએ સાથે મળીને ટીમના 40% રન બનાવ્યા. ઈશાને સીઝનમાં સૌથી વધુ 30 સિક્સ પણ ફટકારી હતી. એ બંને પછી મુંબઈ પાસે પંડ્યા બ્રધર્સ છે. તે સિવાય તાજેતરમાં શ્રીલંકા સામે 6 બોલમાં 6 સિક્સ મારનાર વેસ્ટ ઇન્ડિઝનો કેપ્ટન કાયરન પોલાર્ડ પણ ટીમનો ભાગ હોવાથી ટીમની બેટિંગ લાઈનઅપ અત્યંત મજબૂત છે.

કપ્તાન રોહિત અને પોલાર્ડનું વિનિંગ કોમ્બિનેશન
મુંબઈનો કેપ્ટન રોહિત અને ઓલરાઉન્ડર પોલાર્ડ પાંચેયવાર ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા છે. આ દરમિયાન બંનેએ ટીમની જીતમાં અગત્યનું યોગદાન પણ આપ્યું છે. જે-જે વર્ષે બંનેએ 250થી વધુ રન બનાવ્યા, ટીમ ટાઇટલ જીતી છે. રોહિતની ગેરહાજરીમાં પોલાર્ડ કપ્તાની પણ સંભાળે છે. રોહિતે ગઈ સીઝનમાં 3 ફિફટી સહિત 332 રન બનાવ્યા હતા. જ્યારે પોલાર્ડે 13મી સીઝનમાં 191.42ની સ્ટ્રાઇક રેટથી 268 રન કર્યા હતા.

બોલ્ટે વિરોધી ટીમોને આંચકો આપ્યો હતો
બોલિંગમાં ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં રમનાર ત્રણ શ્રેષ્ઠ બોલર્સ છે. બુમરાહે ગત સીઝનમાં 27 વિકેટ ઝડપી હતી. તે કોઈપણ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારના નામે હતો. ભુવીએ 2017ની સીઝનમાં 26 વિકેટ લીધી હતી. 2020માં કાગીસો રબાડા પછી બુમરાહે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે દિલ્હી કેપિટલ્સ માટે 2019ની સીઝન રમી હતી. ગત સિઝનમાં, મુંબઇએ તેના પર દાવ રમ્યો હતો અને તેને 3.20 કરોડમાં ટ્રેડ કર્યો હતો. બોલ્ટે 13મી સીઝનમાં 25 વિકેટ લીધી હતી. 157 ડોટ બોલ સાથે સૌથી વધુ 3 ઓવર મેડન પણ નાખી હતી. તેણે ટીમમાં લીગના સૌથી સફળ બોલર લસિથ મલિંગાની કમી પડવા નહોતી દીધી.

આ સિવાય ટીમમાં ઘણા અન્ય વિકલ્પ પણ છે. આમાં ન્યૂઝીલેન્ડનો સ્પીડસ્ટર એડમ મિલ્ને, દક્ષિણ આફ્રિકાનો યુવા ઝડપી બોલર માર્કો જેન્સન, ઓસ્ટ્રેલિયાનો નાથન કુલ્ટર નાઇલ અને સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર શામેલ છે. ઓલરાઉન્ડર જિમી નીશમ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નબળાઈ
ટીમ પાસે માત્ર બે સ્પેશિયાલિસ્ટ સ્પિનર
આ વખતે કોઈપણ ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર મેચ નહીં રમે. મુમબીએ પોતાની 14 મેચ ચેન્નઈ અને બેંગલોરમાં રમવાની છે. ચેન્નઈનું ચેપોક ગ્રાઉન્ડ સ્પિન માટે જાણીતું છે. ટીમને એક ક્વોલિટી સ્પિનરની કમી પડી શકે છે. હાલમાં થયેલી ઇંગ્લેન્ડ શ્રેણીમાં લેફ્ટ આર્મ સ્પિનર કૃણાલની બોલિંગમાં ખુબ ચોક્કા-છગ્ગા પડ્યા હતા. લેગ-સ્પિનર રાહુલ ચહર માટે પણ ગઈ સીઝન ખાસ રહી નહોતી.

તેવામાં ટીમ પાસે વિકલ્પ તરીકે ઓફ સ્પિનર જયંત યાદવ અને લેગ સ્પિનર પિયુષ ચાવલા જ બચે છે. ગઈ સીઝનમાં જયંત માત્ર બે મેચ રમ્યો હતો. જોવાનું રહેશે કે આ સીઝનમાં તે કેટલી મેચ રમે છે. જ્યારે પિયુષને આ વર્ષે મુંબઈએ ઓક્શનમાં ખરીદ્યો છે. જો ટીમ કૃણાલ-રાહુલના કોમ્બિનેશન પર ગઈ તો તેણે બેન્ચ પર બેસી રહેવું પડશે. ચાવલા 156 વિકેટ સાથે લીગનો ત્રીજો સૌથી સફળ બોલર છે.

જીતવાના ચાન્સીસ
એ જોતા મુંબાના બધા મિડલ ઓર્ડર બેટ્સમેન મોટા હીટર્સ છે, તેમને ચેન્નઈ અને બેંગલોરના ગ્રાઉન્ડ પર રનચેઝ કરવામાં સરળતા રહેશે. પોલાર્ડ રોહિત પછી 3023 રન સાથે ટીમનો સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર છે, તેમજ છઠ્ઠા બોલરની ભૂમિકા પણ સારી રીતે નિભાવે છે. ચેન્નઈના સ્લો-ગ્રાઉન્ડ પર તે ઉપયોગી સાબિત થશે. તેણે અત્યાર સુધીમાં 60 શિકાર કર્યા છે. અન્ય ટીમો માટે મુંબઈને હરાવવું અઘરું રહેશે. તે ફરી લીગની ટીમ ટૂ બીટ હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો