મેચ પ્રીવ્યૂ:આજે ગત સિઝનમાં છેલ્લા ક્રમે રહેનારી ટીમો વચ્ચે મુકાબલો

પુણે10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન રોયલ્સ-સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રાતે 7.30 વાગ્યાથી

ઘણી મેચ વિજેતા ખેલાડીઓ ધરાવતી રાજસ્થાન રોયલ્સની ટીમ 15મી સિઝનમાં પોતાના અભિયાનનો પ્રારંભ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચથી કરશે. મંગળવારે બંને ટીમો વચ્ચે રાતના 7.30થી મેચ રમાશે. ગત સિઝન બંને ટીમો માટે ખરાબ રહી હતી. હૈદરાબાદ પણ અંતિમ ક્રમે રહ્યું હતું. ટીમ કેપ્ટન્સી વિવાદમાં પણ સંડોવાયેલી રહી. સિઝનની અધવચ્ચે વોર્નરને કેપ્ટન પદેથી હટાવી વિલિયમ્સનને જવાબદારી સોંપાઈ. જ્યારે રાજસ્થાનની ટીમ સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહોતી. ટીમ 14 માંથી માત્ર 5 જીત મેળવી સાતમા ક્રમે રહી હતી.

રાજસ્થાન રોયલ્સઃ બટલર-પડ્ડીકલ ઓપનિંગ કરી શકે છે
બેટિંગઃ આ ઘણા અંશે કેપ્ટન સેમસન પર નિર્ભર રહેશે. સારું પ્રદર્શન તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન અપાવી શકે છે. બટલર અને પડ્ડીકલ ઓપનિંગ કરી શકે છે. પડ્ડીકલ ગત સિઝનમાં RCBમાં હતો. ટીમ પાસે યશસ્વીનો વિકલ્પ પણ છે. પાવર હિટર્સમાં હેટમાયર, ડુસેન, નિશમ અને રિયાન છે. જેમનું પ્રદર્શન ટીમનું ભાવિ નક્કી કરશે. બોલિંગઃ અશ્વિન અને ચહલની વર્લ્ડ ક્લાસ જોડી છે. તેમની 8 ઓવર્સ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રહેશે. મુંબઈમાં રહેલો બોલ્ટ હવે રાજસ્થાનમાં છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને નવદીપ સેની પણ છે. સ્લોગ ઓવર્સ માટે માત્ર નાઈલ એક વિકલ્પ છે.

હૈદરાબાદઃ વિલિયમસન સૌથી અનુભવી, અબ્દુલ ફિનિશરની ભૂમિકામાં
બેટિંગઃ ટીમના કેપ્ટન વિલિયમસનનો અનુભવ મહત્ત્વપૂર્ણ રહેશે. તે ટીમમાં સૌથી અનુભવી છે. ન્યૂઝીલેન્ડનો ફિલિપ્સ અને વિન્ડિઝનો પૂરન ઓપનિંગ કરે તેવી શક્યતા છે. રાહુલ ત્રિપાઠીએ સતત સારું રમવું પડશે. અબ્દુલ સમદ ફિનિશરની ભૂમિકામાં રહેશે.

બોલિંગઃ ભુવનેશ્વર નવા બોલ સાથે સ્પેશિયાલિસ્ટ છે. નટરાજન સ્લોગ ઓવર્સનો કિંગ છે. ઉમરાન મલિક ગતિ સાથે વેરિએશનનો ઉપયોગ કરે છે. આ વખતે આફ્રિકોના જાનસેન ટીમનો સ્ટાર બની શકે છે. રાશિદનું સ્થાન ટીમમાં શ્રેયસ ગોપાલ લેશે.

અન્ય સમાચારો પણ છે...