IPLમાં બેટ્સમેનના છગ્ગાથી કેમેરામેન ઘાયલ:તિલક વર્માએ ફટકારી એવી સિક્સ કે બોલ સીધો કેમેરામેનના માથા પર વાગ્યો, જુઓ VIDEO

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં શનિવારે મુંબઈ અને રાજસ્થાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. મુંબઈની ટીમ ભલે આ મેચમાં હારી ગઈ હોય પરંતુ ટીમના યુવા બેટ્સમેન તિલક વર્માએ શાનદાર ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. તેણે મેચમાં 33 બોલમાં 61 રન બનાવ્યા હતા.

આ ઇનિંગ દરમિયાન એક મોટી ઘટના પણ જોવા મળી હતી. 12મી ઓવરમાં તિલકે રિયાન પરાગના બોલ પર જોરદાર સિક્સર ફટકારી, પરંતુ બોલ સીધો કેમેરામેનના માથામાં વાગ્યો. કેમેરામેનને બોલ વાગતા જ તેણે તરત જ પોતાનું માથુ પકડી લીધું હતું. જોકે, તેને કોઈ ખાસ ઈજા થઈ ન હતી.

MIના બેટર તિલક વર્માએ મેચમાં શાનદાર શોટ્સ રમી લોકોના દીલ જીત્યા હતા
MIના બેટર તિલક વર્માએ મેચમાં શાનદાર શોટ્સ રમી લોકોના દીલ જીત્યા હતા

બોલ્ટે તાત્કાલીક મેડિકલ ટીમ બોલાવી
મિડઓફ પર ઉભા રહેલા ટ્રેન્ટ બોલ્ટે તાત્કાલિક મેડિકલ ટીમને બોલાવવાનો સંકેત આપ્યો, પરંતુ કેમેરામેને ના પાડી અને કામ પર લાગી ગયો. કોમેન્ટ્રી કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઝડપથી બરફ લગાવી લેવો જોઈએ. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મુંબઈની ઈનિંગમાં સૌથી હિટ રહ્યો તિલક
IPL 2022માં મુંબઈની સતત બીજી હાર છે. જો કે આ બંને મેચમાં તિલક વર્મા ચમક્યો છે. હૈદરાબાદનો તિલક 33 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેને આર અશ્વિને બોલ્ડ કરીને મેદાનની બહારનો રસ્તો બતાવ્યો હતો. IPLમાં પોતાની બીજી મેચ રમી રહેલા તિલકની આ પ્રથમ અડધી સદી હતી.

અન્ય સમાચારો પણ છે...