રાજસ્થાનની ફાઈનલમાં 'રોયલ એન્ટ્રી':બેંગ્લોરને 7 વિકેટથી હરાવ્યું, બટલરની મેચ વિનિંગ સેન્ચુરી; 29મીએ RR અને GT વચ્ચે ફાઈનલ રમાશે

એક મહિનો પહેલા

IPL 2022ની ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. આની સાથે જ રાજસ્થાને ફાઈનલમાં રોયલ એન્ટ્રી મારી દીધી છે. હવે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઈટલ મેચ રમાશે.

RR સામે જીતવા માટે 158 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 11 બોલ પહેલા ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન જોસ બટલરે 60 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 106* રન કર્યા હતા.

યશસ્વી અને બટલરની શાનદાર શરૂઆત
158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. આ દરમિયાન પહેલી વિકેટ માટે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 31 બોલમાં 61 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી જોશ હેઝલવુડે ફુલર લેન્થ બોલ પર જયસ્વાલને પેવેલિયન ભેગો કર્યો હતો.

પાટીદાર સિક્સ મારવા જતા પેવેલિયન ભેગો

રજત પાટીદારે અશ્વિનની ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી હતી. ત્યારપછી અશ્વિને ગુડ લેન્થ કેરમ બોલ પર પાટીદારની વિકેટ લીધી હતી. રજત આ બોલ પર સિક્સ મારવા જતા લોન્ગ ઓફ પર કેચઆઉટ થયો હતો. આ દરમિયાન રજતે 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 58 રનની ઈનિંગ રમી હતી.

તમને જણાવી દઈએ કે રજત પાટીદાર IPLની એક સિઝનના પ્લેઓફમાં સૌથી વધુ રન ફટકારનારો બીજો ખેલાડી બની ગયો છે, તેણે આ સિઝનમાં પ્લેઓફમાં 170 રન કર્યા છે.

રિયાન પરાગે RCBના પાટીદારનો સરળ કેચ છોડ્યો

લખનઉ સામેની મેચમાં શાનદાર સદી ફટકારનારા રજત પાટીદારનો 14 રન પર રિયાન પરાગે સરળ કેચ છોડ્યો હતો. રજતે કટ શોટ રમવા જતા કેચ સીધો પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા પાટીદાર પાસે ગયો હતો. પરંતુ તેણે આ કેચ છોડી રજતને જીવનદાન આપ્યું હતું.

સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી શરૂ થઈ ત્યારની તસવીર
સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી શરૂ થઈ ત્યારની તસવીર

પ્લેઓફમાં સદી ફટકારનારા ખેલાડી

  • વીરેન્દ્ર સેહવાગ- 122 રન v/s ચેન્નઈ (2014)
  • શેન વોટ્સન- 117* v/s હૈદરાબાદ (2018)
  • ઋદ્ધિમાન સાહા- 115* v/s કોલકાતા (2014)
  • મુરલી વિજય- 113 v/s દિલ્હી (2012)
  • રજત પાટીદાર- 112 v/s લખનઉ (2022)

બંને ટીમની પ્લેઇંગ-11

  • RR - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડીક્કલ, રવિચંદ્રન અશ્વિન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેક્કોય
  • RCB - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ
અન્ય સમાચારો પણ છે...