તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RCBનો પડિક્કલ કોરોના પોઝિટિવ:IPL પહેલાં સંક્રમિત થનાર ત્રીજો ખેલાડી; DCના અક્ષર અને KKRના નીતીશ સહિત અત્યાર સુધીમાં 20 પોઝિટિવ

નવી દિલ્હી10 દિવસ પહેલા
પડિક્કલે ગઈ સીઝનની 15 મેચમાં 124.80ની સ્ટ્રાઇક રેટથી 473 રન બનાવ્યા હતા.
  • દેવદત્ત પડીક્કલ આ સીઝનમાં વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા તૈયારી કરી રહ્યો હતો

IPLની 14મી સીઝન શરૂ થાય તે પહેલાં ત્રીજો ખેલાડી કોરોના સંક્રમિત થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અત્યારે ક્વોરન્ટીનમાં છે. તેને RCBની સ્ક્વોડમાંથી અલગ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી બેંગલોરની ટીમ અને BCCI તરફથી આની પુષ્ટિ થઈ નથી. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે આવી એક સૂચના મળી છે પરંતુ હજી સુધી કઈ કન્ફર્મ થયું નથી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ અને કોલકાતા નાઈટ રાઈડર્સના નીતીશ રાણા પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં સ્ટાફ અને ખેલાડીઓને મળાવીને કુલ 20 લોકો સંક્રમિત થયા છે. શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની કન્ટેન્ટ ટીમનો એક મેમ્બર પણ સંક્રમિત થયો છે.

ગઈ સીઝનમાં વિરાટ કોહલી (જમણે)એ દેવદત્તના બહુ વખાણ કર્યા હતા.
ગઈ સીઝનમાં વિરાટ કોહલી (જમણે)એ દેવદત્તના બહુ વખાણ કર્યા હતા.

RCBની ટીમ 9 એપ્રિલે મુંબઈ સામે ટકરાશે
RCBની મુશ્કેલી એટલે વધી ગઈ છે કારણકે ટીમ પોતાની પ્રથમ મેચ 9 એપ્રિલે મુંબઈ સામે રમશે. તેવામાં પડિક્કલ ત્યાં સુધીમાં રિકવર થઈને ફિટ થઈ જાય તેવી સંભાવના નહિવત છે. 2020માં IPL ડેબ્યુ કરનાર પડિક્કલ ગઈ સીઝનમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. તે બેંગલોર માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પડિક્કલ
પડિક્કલે 13મી સીઝનની 15 મેચમાં 124.80ની સ્ટ્રાઇક રેટથી 473 રન બનાવ્યા હતા. હાલમાં જ વિજય હઝારે ટ્રોફીમાં પણ તેણે સતત ત્રણ સદી મારી હતી. તે આ સીઝનમાં વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાનો છે.

અક્ષર IPLની 97 મેચમાં 80 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે ગઈ સીઝનમાં દિલ્હી માટે 15 મેચમાં 9 વિકેટ લીધી હતી.
અક્ષર IPLની 97 મેચમાં 80 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે ગઈ સીઝનમાં દિલ્હી માટે 15 મેચમાં 9 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલ અને નીતીશ રાણા પણ આવી ચૂક્યા છે પોઝિટિવ
એક દિવસ પહેલાં જ દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દિલ્હી 10 એપ્રિલના રોજ પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે રમશે. કોલકાતા નાઈટ રાઈડર્સનો નીતીશ રાણા પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, 1 એપ્રિલના રોજ તેના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. રાણા સંક્રમિત હોવાના સમાચાર સૌથી પહેલા ભાસ્કરે જ આપ્યા હતા.

મુંબઈમાં 5 ટીમો ટ્રેનિંગ કરી રહી છે
મુંબાના વાનખેડે સ્ટેડિયમના આસિસ્ટન ક્યૂરેટર સહિત 10 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. તે સાથે જ 6 ઇવેન્ટ મેનેજર પણ સંક્રમિત થયા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સીનિયર અધિકારીએ આની પુષ્ટિ કરી. મુંબઈમાં 10 મેચ રમાવવાની છે. ધોનીની સુપરકિંગ્સ સહિત 5 ટીમો મુંબઈમાં ટ્રેનિંગ કરી રહી છે.

નીતીશ રાણા વિજય હઝારે ટ્રોફીમાં ટોપ-5 રન સ્કોરરમાં સામેલ હતો. તેણે દિલ્હી માટે 66.33ની એવરેજથી 398 રન બનાવ્યા હતા.
નીતીશ રાણા વિજય હઝારે ટ્રોફીમાં ટોપ-5 રન સ્કોરરમાં સામેલ હતો. તેણે દિલ્હી માટે 66.33ની એવરેજથી 398 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો