રાઈઝિંગ સ્ટાર ઉમરાન મલિક:ટીમે વીડિયો જોઈ નેટ બોલર તરીકે સામેલ કર્યો, હવે સ્પીડથી સૌને પ્રભાવિત કર્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 150થી વધુની ઝડપે બોલિંગ કરે છે હૈદરાબાદનો મલિક

કોરોનાકાળમાં સરકાર પાસેથી વિશેષ મંજૂરી મેળવી ટ્રેનિંગ કરનાર ઉમરાન મલિક IPLમાં 150થી વધુની ઝડપથી બોલિંગ કરી રહ્યો છે. ઉમરાન હૈદરાબાદની ટીમમાં અગાઉ નેટ બોલર તરીકે જોડાયો હતો. તેના મિત્ર અબ્દુલ સમદની સલાહ પર હૈદરાબાદની ટીમે ઉમરાનનો વીડિયો જોયો હતો. વીડિયો જોયા બાદ ફ્રેન્ચાઈઝીએ મલિકને નેટ બોલર તરીકે સામેલ કર્યો, જેથી ટીમના બેટર ઝડપી બોલરનો સામનો કરવા વિશેષ ટ્રેનિંગ કરી શકે.

500-1000 રૂપિયા લઈ ટેનિસ બોલ ક્રિકેટ રમતો: ક્રિકેટર પરવેઝ રસૂલે કહ્યું કે,‘હું તેની સામે નેટ્સમાં રમી રહ્યો હતો ત્યારે તેની ઝડપ જોઈ હતી. તે ઝડપને કારણે બેટર્સને માત આપી રહ્યો હતો. તે અગાઉ 500-1000 રૂપિયામાં ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો.’ પરવેઝ રસૂલ અને ઉમરાન બંને જમ્મુ-કાશ્મીરના છે.

5 વર્ષ અગાઉ પ્રોફેશનલ ક્રિકેટથી અજાણ હતો
ઝડપી બોલર ઉમરાનના પ્રારંભિક કોચ રણધીર સિંહે કહ્યું કે,‘ઉમરાન 5 વર્ષ અગાઉ એટલે 2017માં પ્રોફેશનલ ક્રિકેટ અંગે જાણતો નહોતો. 5 વર્ષ અગાઉ તેણે લેધર બોલથી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. ઘણા ઓછા દિવસની પ્રેક્ટિસમાં જ તે 150+ કિ.મી./કલાકની ગતિથી બોલિંગ કરવા લાગ્યો.’ ઉમરાનની સરેરાશ ઝડપ 145 કિ.મી./કલાક છે.

ઉમરાન ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશેઃ ગાવસ્કર
ગાવસ્કરે કહ્યું કે,‘ઉમરાને પોતાની ઝડપથી સૌને પ્રભાવિત કર્યા છે. ઉમરાન લેગ સાઈડમાં નીચે વાઈડને નિયંત્રિત કરે તો એક શાનદાર બોલર બનશે. તે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે.’ સ્ટેને કહ્યું કે,‘ઉમરાન સાથે મારું કામ એ જોવાનું છે કે, તે ઝડપી દોડે અને બેટર્સ સામે જુદી-જુદી રીતે બોલિંગ કરે. હું તેની ઝડપમાં ફેરફાર નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે તેનું ટેલેન્ટ બહાર આવે.’

અન્ય સમાચારો પણ છે...