તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL માટે દિલ્હીમાં ધડામાર:દિલ્હી યુદ્ધના ધોરણે IPL માટે તૈયાર, એક અઠવાડિયા પહેલાં સ્ટેડિયમ સીલ કરાશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 એપ્રિલના રોજ અહીં પહેલી મેચ રમાશે, આ મેદાનમાં કુલ 8 મેચ રમાશે

આઈપીએલની બીજી લેગ 28 એપ્રિલથી દિલ્હીમાં શરૂ થશે. અરૂણ જેટલી સ્ટેડિયમમાં લીગની 8 મેચ રમાશે. આ મેચ માટે દિલ્હી યુદ્ધના ધોરણે તૈયાર થઇ રહી છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું મેદાનને પહેલી મેચના એક અઠવાડિયા પહેલા સીલ કરી દેવામાં આવશે.

21 એપ્રિલથી સ્ટેડિયમ બહારના લોકો માટે બંધ કરી દેવામાં આવશે. મેચના બે દિવસ પહેલા પોલીસ સ્ટેડિયમને હસ્તગત કરી લેશે. માત્ર બ્રોડકાસ્ટર અને બીસીસીઆઈ અને ડીડીસીએના નક્કી કરેલ સભ્યો જ મેદાન પર એન્ટ્રી લઇ શકશે. ઓફિશિયલના પરિવારના લોકો પણ સ્ટેડિયમમાં જઇ નહીં શકે.

તેમણે કહ્યું કે, ‘સુરક્ષા માટે 200 પોલિસકર્મીઓ હાજર રહેશે. મેચના દિવસે સ્ટેડિયમના 22 ગેટમાંથી માત્ર 4 જ દરવાજા ખોલવામાં આવશે. બંને ટીમો અલગ-અલગ દરવાજામાંથી એન્ટ્રી કરશે. સ્ટેડિયમમાં 3 ઝોનમાં વહેંચી લેવામાં આવ્યા છે. એક ઝોનના વ્યક્તિ બીજા ઝોનમાં જઇ નહીં શકે.

ઝોન 1માં IPLની ટીમ અને સપોર્ટ સ્ટાફ, ઝોન 2 માં બ્રોડકાસ્ટર અને તેનો સપોર્ટ સ્ટાફ, ઝોન 3 માં ગ્રાઉન્ડ સ્ટાફ, હાઉસકિપર્સ, દરેક ફ્રેન્ચાઇઝીના 30 લોકો સહિત BCCI, IPL અને DDCAના 15 ઓફિશિયલ લોકો જશે.

અન્ય સમાચારો પણ છે...