તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન શરૂ થાય એ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમમાં સામેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેમ્સ પહેલાં ઓપનર દેવદત્ત પડિક્કલ પણ સંક્રમિત થયો હતો, જોકે હવે પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટ પહેલાં અત્યાર સુધીમાં કુલ 25 લોકો સંક્રમિત થયા છે.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
RCBએ આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ફ્રેન્ચાઈઝ સેમ્સના સંપર્કમાં છે. મેડિકલ ટીમ તેને સતત મોનિટર કરી રહી છે, તેમજ BCCI પ્રોટોકોલ્સનું પાલન થઈ રહ્યું છે.
Official Statement: Daniel Sams checked into the team hotel in Chennai on April 3rd, with a negative COVID report on arrival. His report from the 2nd test on 7th April came positive. Sams is currently asymptomatic and he is currently in isolation at a designated medical facility.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021
હોટલમાં ચેક-ઈન કર્યું ત્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
RCBએ વધુમાં જણાવ્યું કે, સેમ્સે 3 એપ્રિલના રોજ ચેન્નઈની હોટલમાં ચેક-ઈન કર્યું ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 7 એપ્રિલે બીજા ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી અને અત્યારે આઇસોલેશનમાં છે.
કિરણ મોરે અને વાનખેડેના 13 ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટિવ
ભારતના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 58 વર્ષીય મોરે મુંબઈ ઇન્ડિયન્સમાં વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મોરે એસિમ્પટૉમૅટિક છે અને હાલ આઇસોલેશનમાં છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 13 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તમામ સ્ટાફને વાનખેડે સ્ટેડિયમ પાસેના એક ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે. બધાને ટ્રાવેલ કરવાની અને સ્ટેડિયમની બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. વાનખેડેમાં 4 ટીમે મેચ રમવાની છે. અહીં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ રમશે. અત્યારે ચારેય ટીમો મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે.
રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલનો સમાવેશ થાય છે. રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અક્ષર અંગે કોઈ અપડેટ મળ્યું નથી. ચેન્નઈની કન્ટેન્ટ ટીમના એક સદસ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈમાં 10થી 25 એપ્રિલમાં 10 મેચ થશે
લીગ સ્ટેજની 56માંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. દિલ્હી અને અમદાવાદમાં 8-8 મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બધી મેચ 10થી 25 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે 10 એપ્રિલે રમાશે. પ્લે-ઓફ અને ફાઇનલ અમદાવાદમાં રમાશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.