IPL 2021:18-19 સપ્ટેમ્બરથી UAEમાં આઈપીએલ રમાઈ શકે છે

દુબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુએઈમાં IPL રમાય તે પહેલાં 40 મેચ, પિચ ફ્રેશ રાખવી મુશ્કેલ
  • 9 કે 10 ઓક્ટોબરે IPLની ફાઇનલ મેચ રમાઈ શકે છે

આઈપીએલ 2021ની બાકીની મેચ 18 કે 19 સપ્ટેમ્બરે યુએઈમાં થઇ શકે છે. આ સમયે 10 ડબલ હેડર રમાઈ શકે છે. બીસીસીઆઈના સીનિયર અધિકારીના પ્રમાણે ફાઇનલ મેચ 9 કે 10 ઓક્ટોબરે રમાઇ શકે છે. લીગની બાકી 31 મેચ માટે ત્રણ સપ્તાહની વિન્ડો મળશે.

બાયો-બબલમાં કોવિડના વધતા કેસના કારણે લીગને 4 મેના રોજ સ્થગિત કરી દેવાઈ હતી. અધિકારીએ કહ્યું, ‘બીસીસીઆઈ બધા જ સ્ટેકહોલ્ડર સાથે વાતચીત કરી રહ્યું છે. 18 એ શનિવારે છે અને 19 એ રવિવાર છે. લીગ શરૂ કરવા માટે વીકેન્ડ સારો વિકલ્પ રહેશે. બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને ફાઇનલની સાથે 7 સિંગલ હેડર અને 10 ડબલ હેડર મેચ રમાશે.’

સૂત્રો પ્રમાણે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમો 14 સપ્ટેમ્બરે અંતિમ ટેસ્ટ પૂરી થયા બાદ એક સાથે ચાર્ટર્ડમાં યુએઈ જઇ શકે છે. આ બબલ-ટુ-બબલ ટ્રાન્સફર થશે. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી પણ કેરેબિયન પ્રીમિયર લીગ પૂરી કરી યુએઈ પહોંચીને પ્રોટોકોલ પ્રમાણે 3 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે.

એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ બીસીસીઆઈ સાથે આ પ્રકારના સંવાદની ખરાઈ કરી છે. આ વચ્ચે બીસીસીઆઈએ સપ્ટેમ્બરમાં દ.આફ્રિકા સામે થનાર ટી20 સીરિઝ રદ્દ કરી દીધી છે. આ વર્લ્ડ કપની તૈયારીને ધ્યાને રાખી કરવામાં આવ્યું હતું.

IPL કરાવવા માટે બોર્ડને આ પડકારોનો વિકલ્પ કાઢવો પડશે
પાંચ જૂનથી પીએસએલની મેચ યુએઈમાં થશે. ટી20 વર્લ્ડ કપ માટે પણ યુએઈને સ્ટેન્ડ-બાઈ વેન્યું બનાવ્યું છે. પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે રમી શકે છે. અફઘાનિસ્તાન અને આયરલેન્ડની મેચ પણ થઇ શકે છે. જો સતત આટલી મેટ શથે તો પિચ ફ્રેશ રાખવી મુશ્કેલ થઇ જશે. આ કારણથી પિચ ઘણી ધીમી થઇ શકે છે અને મોટો સ્કોર કરવો મુશ્કેલ રહેશે.

આઈપીએલથી પહેલા આ મેદાન પર લગભગ 40 મેચ રમાઈ ચુકી હશે. જો યુએઈમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થશે તો તેના શરૂ થવાના 15 દિવસ પહેલા બધા જ મેદાન આઈસીસીને સોપવા પડશે.

અન્ય સમાચારો પણ છે...