જોન્ટીએ સચિનના ચરણ સ્પર્શ કર્યા:MIની સતત પાંચમી હાર પછી ખૂબ જ રસપ્રદ નજારો જોવા મળ્યો, જોન્ટી અગાઉ મુંબઈનો ફિલ્ડિંગ કોચ હતો

પુણે24 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ બાદ એક ખૂબ જ રસપ્રદ નજારો જોવા મળ્યો. મુંબઈને સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મિલાવતા હતા. ત્યાર બાદ પંજાબના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સે કંઈક એવું કર્યું કે સ્ટેડિયમમાં હાજર તમામ ખેલાડીઓ અને દર્શકો હસવાનું રોકી શક્યા નહીં.

સચિનના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા

સચિન અને જોન્ટી ઘણાં વર્ષોથી સાથે ક્રિકેટ રમે છે. તેઓ બંને ખૂબ સારા મિત્રો છે.
સચિન અને જોન્ટી ઘણાં વર્ષોથી સાથે ક્રિકેટ રમે છે. તેઓ બંને ખૂબ સારા મિત્રો છે.

સચિન તેંડુલકર મુંબઈની ટીમનો મેન્ટોર છે. મેચ બાદ તેઓ પંજાબ ટીમના તમામ સભ્યો સાથે એક પછી એક હાથ મિલાવતા હતા. તેણે પંજાબના કોચ અનિલ કુંબલે સાથે થોડીવાર વાત કરી અને પછી જોન્ટી રોડ્સનો વારો આવ્યો. રોડ્સે સચિન સાથે હાથ મિલાવવાને બદલે તેના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા હતા. સચિને તરત જ તેને રોક્યો અને પછી બંને ખેલાડીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આગળ વધ્યા હતા.

બંને દિગ્ગજ ખેલાડી અગાઉ એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યા છે. જોન્ટી હવે પંજાબ કિંગ્સનો ફિલ્ડિંગ કોચ છે.
બંને દિગ્ગજ ખેલાડી અગાઉ એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યા છે. જોન્ટી હવે પંજાબ કિંગ્સનો ફિલ્ડિંગ કોચ છે.

જોન્ટી અગાઉ મુંબઈનો ફિલ્ડિંગ કોચ હતો
જોન્ટી રોડ્સ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફમાં સામેલ હતો. તે ટીમનો ફિલ્ડિંગ કોચ હતો. તેણે 2017માં મુંબઈ ઈન્ડિયન્સ છોડી દીધી હતી.

સચિનને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે
સચિન તેંડુલકર અત્યારસુધી ભારતીય ક્રિકેટમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. સચિનની લોકપ્રિયતા એટલી જ રહી છે, તેને ગોડ ઓફ ક્રિકેટ એટલે કે ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે.

યુવરાજે પણ સચિનના ચરણ સ્પર્શ કર્યા હતા

યુવરાજ સિંહ પણ 2014માં સચિન તેંડુલકરના ચરણ સ્પર્શ કરતો જોવા મળ્યો હતો.
યુવરાજ સિંહ પણ 2014માં સચિન તેંડુલકરના ચરણ સ્પર્શ કરતો જોવા મળ્યો હતો.

​​​​​અગાઉ 2014માં ઇંગ્લેન્ડમાં MCC vs રેસ્ટ ઓફ વર્લ્ડ મેચ દરમિયાન, આવો જ નજારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સચિન MCC તરફથી રમ્યો હતો. રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમ તરફથી રમતા ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર જ સચિનના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...