ફાઈનલની ટિકિટોનું ધૂમ વેચાણ:GTની ધમાકેદાર એન્ટ્રીની અસર જોવા મળી, દોઢ કલાકમાં રૂ. 7,500ની ટિકિટનો બ્લોક 'FULL', જાણો લેટેસ્ટ ભાવ સહિતની માહિતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોર્થ કોર્પોરેટ બોક્સની લોઅર લેનમાં બ્લોક E- 2,3,5,6ની ટિકિટો વેચાવાની બાકી

ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સે આક્રમક પ્રદર્શન કરી રાજસ્થાનને 7 વિકેટથી હરાવી દીધું છે. આની સાથે જ હવે હાર્દિક પંડ્યાની ટીમને IPL 2022ની ફાઈનલ મેચમાં એન્ટ્રી મળી ગઈ છે. આની અસર અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ફાઈનલ મેચની ટિકિટોના વેચાણ પર જોવા મળી રહી છે. ક્રિકેટ ફેન્સ અત્યારે માત્ર ઓનલાઈન ટિકિટો જ ખરીદી શકે છે, તેવામાં 800 રૂપિયાથી લઈ 14 હજાર સુધીની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 29 મેના દિવસે આયોજિત આ ફાઈનલ મેચ પહેલા અત્યારે ફેન્સમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો ચલો આપણે અત્યારે કયા કયા બ્લોકની ટિકિટો વેચાઈ નથી તથા એના લેટેસ્ટ ભાવ સહિતની માહિતી મેળવીએ...

સોલ્ડ આઉટ ટિકિટોની માહિતી
ઓનલાઈન ટિકિટ બૂક કરાતી વેબસાઈડના અત્યારના આંકડા પ્રમાણે 800 રૂપિયા અને 1500 રૂપિયા સહિત 14,000 રૂપિયાની ટિકિટો વેચાઈ ગઈ છે. અત્યારે 4,500 રૂપિયાથી 2000 રૂપિયાની ટિકિટો વેચાઈ રહી છે. તમને જણાવી દઈએ કે સાંજે 5 વાગ્યે

  • નોર્થ કોર્પોરેટ બોક્સની લોઅર લેનમાં બ્લોક E- 2,3,5,6ની ટિકિટો અત્યારે વેચાવાની બાકી છે. બ્લોક D-4 લોઅરની ટિકિટો વેચાઈ રહી છે.

ટિકિટોનું ઓનલાઈન બુકિંગ

  • સાઉથ સેન્ટર પ્રીમિયમ 4- એક ટિકિટ 7,500 રૂપિયા (SOLD OUT)
  • બ્લોક E- 5 લોઅર- એક ટિકિટ 4,500 રૂપિયા
  • બ્લોક D-4 લોઅર- એક ટિકિટ 4,500 રૂપિયા
  • બ્લોક A- 3 લોઅર- એક ટિકિટ 3,500 રૂપિયા
  • બ્લોક N- 5 અપર- એક ટિકિટ 2,500 રૂપિયા
  • બ્લોક J- 4 અપર- એક ટિકિટ 2,000 રૂપિયા

ફેન્સની નજર લખનઉ-બેંગ્લોરની મેચ પર
ગુજરાતમાં વિરાટ કોહલીને કારણે આરસીબી અને મહેન્દ્રસિંહ ધોનીને કારણે ચેન્નઇ સુપર કિંગના ચાહકોની સંખ્યા વધારે છે. દરેક ટીમમાં મોટા ખેલાડીને કારણે લોકો ટીમના ચાહક બને છે. ગુજરાતમાં પહેલાથી કોહલી અને ધોનીના ચાહકો વધારે છે. તેથી ફાઇનલમાં જો ગુજરાત સામે આરસીબી આવશે તો ક્રેઝ વધી જશે.

ટિકિટના 3થી 4 ગણા ભાવ બોલાવાના શરૂ
IPLની ફાઇનલ મેચ પૂર્વે પાંચ દિવસ બાકી છે. જે લોકોને ઓનલાઇન ટિકિટ મળી નથી તેવા લોકો સ્ટેડિયમ પર વેચાતી હોવાના અંદાજ સાથે આવે છે. પરંતુ તમામ ટિકિટો માત્ર ઓનલાઇન હોવાથી સ્ટેડિયમ પર પણ ટિકિટ મળતી નથી. અત્યારે GCAની ઓફિસે પણ ક્રિકેટ ફેન્સ ટિકિટ અંગે માહિતી મેળવવા આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઓફલાઈન ટિકિટ ક્યાંથી મેળવવી તથા ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી ક્યાંથી કલેક્ટ કરવી એની માહિતી મેળવતા હોય છે.

ગુજરાતની ફાઈનલમાં એન્ટ્રી
IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. GTને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...