ક્રિકેટની ફેન થઈ ફેમસ:યુવતીને VIP બોક્સમાં મેચ જોવી ફળી, અનુષ્કા સાથે વીડિયો શેર કરતાં સો.મીડિયામાં છવાઈ; જુઓ તસવીરો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં રોયલ ચેલેન્જર બેંગ્લોરની મેચ જોવા પહોંચેલી એક યુવતી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે તેણે VIP કોર્પોરેટ બોક્સથી આ મેચ જોવાની મજા માણી હતી, આ દરમિયાન વિરાટની પત્ની અનુષ્કા પણ ત્યાં હાજર હતી. તેવામાં અનુષ્કા સાથે તેને એક ફોટો તથા વીડિયો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થવા લાગી હતી. તો ચલો આપણે આ વાઈરલ ગર્લ કોણ છે એ અંગે જાણીએ...

રવિના આહુજાએ પહેલીવાર સ્ટેડિયમમાં મેચ જોઈ અને અનુષ્કા સાથે VIP કોર્પોરેટ બોક્સ શેર કર્યું હોવાથી ઈન્સ્ટા રિલ શેર કરી હતી.
રવિના આહુજાએ પહેલીવાર સ્ટેડિયમમાં મેચ જોઈ અને અનુષ્કા સાથે VIP કોર્પોરેટ બોક્સ શેર કર્યું હોવાથી ઈન્સ્ટા રિલ શેર કરી હતી.

રોયલ ચેલેન્જર બેંગ્લોરની મેચ જોવા પહોંચેલી યુવતીનું નામ રવીના આહુજા છે, જેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાઈરલ થઈ ગયો છે. જેમાં મેચ જોવાના અનુભવ સાથે અનુષ્કા સાથેની ક્ષણો પણ તેણે શેર કરી હતી. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સના આધારે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા પોતાના પરિવાર સાથે અહીં હાજર હતી.

રવિનાએ આખી મેચની સફર આ રીલમાં જણાવી હતી.
રવિનાએ આખી મેચની સફર આ રીલમાં જણાવી હતી.

અનુષ્કા સાથે સેલ્ફી લીધી
VIP બોક્સમાં મેચ જોવાની સાથે રવિનાએ અનુષ્કા સાથે સેલ્ફી ક્લિક કરી હતી. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સના આધારે રવિનાના ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ પણ આ એક સેલ્ફીના કારણે વધવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યારે અનુષ્કા છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલીને ચિયર કરવા સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. પરંતુ કિંગ કોહલી અત્યારે ખરાબ ફોર્મમાં હોવાથી છેલ્લી 2 મેચમાં શૂન્યના સ્કોર પર પેવેલિયન ભેગો થયો છે.

રવિનાએ જણાવ્યું, આ દરમિયાન બોક્સમાં અનુષ્કા શર્માનો પરિવાર પણ તેમની સાથે હતો
રવિનાએ જણાવ્યું, આ દરમિયાન બોક્સમાં અનુષ્કા શર્માનો પરિવાર પણ તેમની સાથે હતો
યુવતીએ અનુષ્કા સાથે સેલ્ફિ વીડિયો લીધો.
યુવતીએ અનુષ્કા સાથે સેલ્ફિ વીડિયો લીધો.
અન્ય સમાચારો પણ છે...