• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • The Five time Champions Mumbai Did Not Even Reach The Playoffs This Year; Rohit Said The Reason Behind The Team's Failure

MIની નિષ્ફળતાનું કારણ:5 વખત ચેમ્પિયન રહેલી મુંબઈની ટીમ આ વર્ષે પ્લેઓફમાં પણ ન પહોંચી શકી; રોહિતે જણાવ્યું ટીમની નિષ્ફળતા પાછળનું કારણ

17 દિવસ પહેલા
રોહિત શર્મા- ફાઈલ ફોટો.

IPL 2021માં શુક્રવારે રમાયેલી 55મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું. આ મેચમાં જીત મેળવી હોવા છતા IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમ અને 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે પ્લેઓફમાં પણ જગ્યા ન બનાવી શકી. પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે મુંબઈએ હૈદરાબાદને 171 રનથી હરાવવાનું હતું. કોલકાતા પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ છે, જેને મુંબઈથી વધુ રનરેટ હોવાને કારણે પ્લેઓફમાં સ્થાન મળ્યું છે. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે અમે આ જીતથી ખુશ છીએ.

મુંબઈ જેવી ફ્રેન્ચાઈઝી પર હંમેશાં સારા પ્રદર્શનનું દબાણ હોય છે
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું, જ્યારે તમે મુંબઈ જેવી ફ્રેન્ચાઈઝી તરફથી રમતા હોવ ત્યારે તમારા પર હંમેશાં સારા પ્રદર્શનની આશા રાખવામાં આવતી હોય છે. હું એને દબાણ નહી કહું. આ આશાઓ છે. કેટલાક ખેલાડીઓને ડ્રોપ કરવા ખૂબ જ કઠિન નિર્ણય હતા. હું ખેલાડીઓને સપોર્ટ કરવા માગું છું અને ટીમ સાથે રમવા માગું છું. એક ફ્રેન્ચાઈઝી તરીકે અમારું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સેટ-અપનો ભાગ બનવું એ ગર્વની બાબત છે.

અચાનક બ્રેકને લીધે ટીમનો લય થંભી ગયો
તેણે આગળ ઉમેર્યું હતું કે અમે દિલ્હીમાં લયમાં હતા અને અચાનક કોવિડને કારણે બ્રેક આવી ગયો, જેનાથી ટીમને મદદ ન મળી. આ એક સામૂહિક નિષ્ફળતા છે. હું આજની જીતથી ખૂબ જ ખુશ છું અને મને ભરોસો છે કે દર્શકો માટે મનોરંજન પૂરું પાડ્યું છે. દર્શકો હંમેશાં અમારા સાથે જોડાયેલા રહ્યા છે. થોડી નિરાશા છે કે અમે આગળ ન જઈ શક્યા. ઈશાન કિશનની પ્રશંસા કરતાં રોહિતે કહ્યું હતું કે તે એક પ્રતિભાશાળી ખેલાડી છે.

આ મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા. ઈશાન કિશને 84 અને સૂર્યકુમાર યાદવે 82 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. ટાર્ગેટ ચેઝ કરવા પહોંચેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 193 રન બનાવ્યા. SRHના કેપ્ટન મનીષ પાંડેએ આ મેચમાં 69 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...