IPL 2022 સીઝનમાં ગુજરાત ટાઈટન્સની બીજી મેચ દરમિયાન સ્ટેન્ડ્સમાં કપલ રોમેન્ટિક થયું હતું. શનિવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં શુભમન અને ફર્ગ્યુસનના પ્રદર્શન સિવાય કિંસિગ કરતું કપલ પણ ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં આમની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આ મેચ દરમિયાન કપલ રોમેન્ટિક થયું છે. તો ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ તથા ફેન્સની પ્રતિક્રિયા પર નજર ફેરવીએ....
કેમેરામેને ઘટનાક્રમ કેદ કરી
IPLમાં કેમેરામેન મેચ સિવાય પણ ફેન્સના વિવિધ પ્રતિક્રિયાઓને ટીવી પર દર્શાવતો હોય છે. તેવામાં હવે મિસ્ટ્રી ગર્લની સાથે એક કપલ પણ વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિલ્હીની મેચ દરમિયાન મેદાનમાં એક કપલ કિસિંગ કરતું જોવા મળ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા પર ફેન્સ અવનવા મિમ્સ શેર કરી આ ઘટનાને રજૂ કરી રહ્યા છે.
ફેન્સે કહ્યું- કિસિંગ કેમેરા IN IPL, દેશ બદલાઈ રહ્યો છે
સોશિયલ મીડિયામાં કપલની તસવીર શેર કરતા વિવિધ રિએક્શન આપતા ફેન્સે કહ્યું કે આ કપલ IPL મેચને અલગ લેવલે લઈ ગયું છે. તો બીજા યુઝરે લખ્યું કે મારો દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.