ગબ્બર ઢળી પડ્યો:ધવનના પ્રાઇવેટ પાર્ટ પર બોલ વાગ્યો, 10 મિનિટ સુધી મેચ રોકવી પડી; માંડ-માંડ બેટિંગ કરી શક્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 28મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પંજાબના કેપ્ટન મયંક ઈજાગ્રસ્ત હોવાથી શિખર ધવન ટીમને લીડ કરી રહ્યો હતો. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવતાં શિખર ધવનને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. એને કારણે તે ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો.

ફિઝિયો મેદાનમાં દોડી આવ્યા
મેચની પહેલી ઓવરમાં ભુવનેશ્વર કુમારે એવો બોલ ફેંક્યો કે શિખર ધવન ચોંકી ગયો હતો. તે ઓવરના ચોથા બોલ પર ફ્લિક કરવા જતાં બેટની ઈન્સાઈડ એડ્જ લઈ શિખરના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. ધવન આને કારણે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ધવન દર્દથી જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર પછી ફિઝિયો મેદાનમાં આવ્યા અને તેને પ્રાથમિક સારવાર આપી હતી.

10 મિનિટ સુધી ગેમ રોકવી પડી
શિખર ધવનને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગતાં તે બેટિંગ કરવા સક્ષમ નહોતો. તેણે ફિઝિયો આવ્યા પછી પણ લગભગ 10 મિનિટ સુધી મેદાન પર પ્રાથમિક સારવાર લીધી હતી. એટલું જ નહીં, તે માંડ-માંડ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.

બોલ વાગ્યા પછી પેવેલિયન ભેગો
શિખર ધવનને બોલ વાગતાં તેનીના બેટિંગ પર પણ જાણે એની અસર થઈ હોય એમ લાગી રહ્યું હતું. આ દરમિયાન તે 11 બોલમાં માત્ર 8 રન જ કરી શક્યો હતો. ત્યાર પછી ભુવનેશ્વર કુમારે તેને બેક ઓફ લેન્થ બોલ પર આઉટ કર્યો હતો.

SRHએ 7 વિકેટથી PBKSને હરાવ્યું
IPL 2022ની 28મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટે પંજાબ કિંગ્સને હરાવી દીધું છે. SRH સામે 152 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. એડન માર્કરામ 41 અને નિકોલસ પૂરન 35 રને અણનમ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...