તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RR vs KKRની રસપ્રદ મેચની તસવીરો:કેચ આઉટ કર્યા પછી તેવટિયા અને રિયાને સેલ્ફી લીધી; કમિન્સનો તીખો બાઉન્સર બટલરને વાગ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિયાન પરાગ અને રાહુલ તેવટિયાનું સેલ્ફિ સેલિબ્રેશન - Divya Bhaskar
રિયાન પરાગ અને રાહુલ તેવટિયાનું સેલ્ફિ સેલિબ્રેશન

IPL 2021 સીઝનની 18મી મેચમાં રાજસ્થાને કોલકાતાની ટીમને 6 વિકેટે હરાવી હતી. ગત સીઝનમાં બિહૂ ડાન્સ કરીને સેલિબ્રેશન કરનાર રિયાને આ વર્ષે અલગ પ્રકારે વિકેટનું સેલિબ્રેશન કર્યું હતું. તેઓએ રાહુલ ત્રિપાઠી અને પેટ કમિન્સના 2 કેચ પકડ્યા હતા. ત્યારપછી 2 વાર તેઓ મેદાન પર જ સેલ્ફી પોઝ લેતા નજરે પડ્યા હતા. જોકે આ એક પોઝ જ હતો, એમના હાથમાં કેમેરો નહોતો. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો....

ત્યાંજ, રાજસ્થાનની બેટિંગ દરમિયાન પેટ કમિન્સનો તીખો બાઉન્સર જોસ બટલરના માથાના ભાગ પર વાગ્યો હતો. જેના કારણે તેઓ આકળવિકળ થઈ ગયા હતા. એમ્પાયરે ફિલ્ડ પર ફિઝિયોને બોલાવીને એમની પ્રાથમિક સારવાર કરાવી હતી. જોકે તે ખાસ સ્કોર નહોતા બનાવી શક્યા, મેચમાં હારનો સામનો કર્યાબાદ કોલકાતાની કૉ-ઓનર જૂહી ચાવલા નાખુશ નજર આવી હતી.

રિયાન પરાગ અને રાહુલ તેવટિયાએ ગત સિઝનમાં બિહુ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. જ્યારે આ વર્ષે સેલ્ફી પોઝ આપીને ઉજવણી કરી છે.

મેચમાં ટોસ દરમિયાન વપરાયેલો સિક્કો.
મેચમાં ટોસ દરમિયાન વપરાયેલો સિક્કો.
કમિન્સના બાઉન્સરથી ઈજાગ્રસ્ત થવાને કારણે જોસ બટલર ફિઝિયો સાથે વાત કરી રહ્યો હતો.

નીતિશ રાણા અને શુભમનની જોડીને ટીમને સતત ત્રીજી મેચમાં સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળતા મળી હતી. આ મેચમાં બંને વચ્ચે 24 રનની શરૂઆતની ભાગીદારી નોંધાઈ હતી.

નીતિશ રાણા 22 રન બનાવીને આઉટ થયો હતો. ચેતન સાકરીયાએ તેને આઉટ કર્યો હતો.

ક્રિસ મોરિસે શૂન્ય રનના સ્કોર પર મોર્ગનને રનઆઉટ કર્યો હતો.

યશસ્વી જયસ્વાલે શાનદાર કેચ પકડીને સુનિલ નરેનને માત્ર 6 રનમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

કોલકાતા તરફથી રાહુલ ત્રિપાઠીએ 26 બોલમાં 36 રન બનાવ્યા હતા. જે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

ક્રિસ મોરિસે 4 વિકેટ લીધી હતી. તેણે 18મી ઓવરમાં આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિકને આઉટ કર્યા હતા. ત્યારપછી 20મી ઓવરમાં પેટ કમિન્સ અને શિવમ માવીને પેવેલિયન મોકલી દીધા હતા.

ક્રિસ મોરિસે શિવમ માવીને બોલ્ડ કર્યો હતો.

યશસ્વીએ ત્રિપાઠીના બૂટની દોરી બાંધી હતી.

વરૂણ ચક્રવર્તીએ જોસ બટલરને આઉટ કરીને રાજસ્થાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. કેકેઆર તરફથી વરૂણે 2 વિકેટ લીધી હતી.

શુભમન ગિલે બાઉન્ડ્રી લાઇન પર રાહુલ તેવાટિયાનો કેચ પકડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એણે કેચ લીધા બાદ બોલને હાથમાંથી ફેંકી દીધો હતો. તેઓએ વિચાર્યું હતું કે એનો પગ બાઉન્ડ્રી લાઈનને અડી ગયો છે.

સતત 3 મેેચમાં નિષ્ફળ રહ્યા પછી સેમસને આ મેચમાં અંતિમ ઓવર સુધી બેટિંગ કરીને ટીમને જીતાડી હતી.

ડેવિડ મિલરે પણ નિર્ણાયક ઇનિંગ રમી હતી. એણે સેમસન સાથે 34 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. મિલર 23 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યો હતો.

કોલકાતાની કૉ-ઓનર જૂહી ચાવલા ટીમની હારથી નાખુશ નજર આવી હતી.

ટોસ પહેલા રાજસ્થાન ટીમના ડિરેક્ટર કુમાર સંગાકારા હળવા મૂડમાં જોવા મળ્યા હતા.