તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી:ટીમ ઈન્ડિયામાં 9 પેસર્સ પસંદ કરવાનો અર્થ, સાઉથહેમ્પટનની પિચ પર ફાસ્ટ બોલર્સની બોલબાલા; ટોપ-10 વિકેટ ટેકરમાં માત્ર 2 સ્પિનર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લેન્ડના વિરૂદ્ધ શ્રેણી માટે શુક્રવારના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 24 સભ્યોની ટીમમાં ભારતે 9 ફાસ્ટ બોલર્સની પસંદગી કરી છે. આનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે ભારતીય ટીમે 18 જૂનનાં રોજ સાઉથહેમ્પટનમાં WTCની ફાઈનલ રમવાની છે. આ પિચમાં પહેલાથી જ ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી છે.

આ પિચ પર સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ 10 બોલર્સમાં માત્ર 2 સ્પિનર છે. આ સ્પિનરમાં ઈંગ્લેન્ડનો મોઈન અલી અને ભારતનો રવિન્દ્ર જાડેજા સામેલ છે.

પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન સ્ટેન્ડબાયમાં સામેલ
ભારતીય ટીમે 20 ખેલાડીઓની જાહેરાત કરી હતી, જેમાં 4ને સ્ટેન્ડબાયમાં રખાયા છે. 20 સભ્યોની ટીમમાં 6 ફાસ્ટ બોલર્સ છે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ સામેલ છે. જ્યારે સ્ટેન્ડબાયમાં પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, અર્જન નાગસવાસાનો સમાવેશ કરાયો છે.

શમી, જાડેજા અને બુમરાહ ટોપ 10માં
સાઉથહેમ્પટનની પિચ પર સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 10 બોલરમાં 3 ભારતીય છે. આ ત્રણેય પણ ફાઈનલમાં પસંદગી પામ્યા છે અને ભારતને જીત અપાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. શમીએ અહીંયા 2 ટેસ્ટમાં સૌથી વધુ 7 વિકેટ ઝડપી છે. જાડેજાએ 5 અને બુમરાહે 4 વિકેટ લીધી છે. બંનેએ અહીંયા 1-1 મેચ રમી છે.

રોઝ બાઉલ સ્ટેડિયમમાં હજુ સુધી 3 બોલર્સે જ 10+ વિકેટ ઝડપી છે
અત્યારસુધી રોઝ બાઉલ મેદાનમાં માત્ર 3 બોલરે 10થી વધુ વિકેટ લીધી છે. ત્રણેય ઈંગ્લેન્ડના ખેલાડીઓ છે. જેમાં 2 ફાસ્ટ બોલર એન્ડરસન અને બ્રોડ છે, જ્યારે 1 સ્પિનર મોઈન અલી છે. એન્ડરસને 6 ટેસ્ટમાં સૌથી વધુ 26 વિકેટ લીધી છે, જ્યારે મોઈને 17 અને બ્રોડે 16 લીધી છે. એન્ડરસન અને મોઈન એવા એકલા બોલર્સ છે, જેઓએ 2-2 વાર 5થી વધુ વિકેટ ઝડપી છે.

પિચ રિપોર્ટ
સાઉથહેમ્ટનનાં રોઝ બાઉલમાં અત્યારસુધી 6 ટેસ્ટમેચ યોજાઈ છે, જેમાં 3માં નિર્ણય આવ્યો છે જ્યારે 3 ડ્રો રહી છે. પિચમાં ફાસ્ટ બોલરની સાથે બેટ્સમેનને પણ સહાયતા મળતી રહે છે. અહીંયા અત્યારસુધી જેક બ્રાઉલીએ 3 ટેસ્ટમાં સૌથી વધુ 406 રન બનાવ્યા છે. જ્યારે ઈયોન બેલે સૌથી વધુ 2 શતક લગાવ્યા છે. ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ 2 ટેસ્ટમાં સૌથી વધુ 171 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા
વિકેટ કીપરઃ રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા (રાહુલ અને સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે)
સ્પિન ઓલરાઉન્ડરઃ હનુમા વિહારી, રવિચંન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર
ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ

સ્ટેંડબાય પ્લેયર્સઃ

  • બેટ્સમેનઃ અભિમન્યૂ ઈશ્વરન
  • ફાસ્ટ બોલરઃ પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, અર્જન નાગસવાસા
અન્ય સમાચારો પણ છે...