• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Team 8 Will Travel Directly From England To The West Indies To Play A Limited Overs Match; 2 T20 Will Be Played In America

ઈન્ડિયા ટૂર ઓફ વિન્ડીઝ-અમેરિકા:ટીમ 8 લિમિટેડ ઓવરની મેચ રમવા ઇંગ્લેન્ડથી સીધી વેસ્ટઈન્ડિઝ જશે; 2 T20 અમેરિકામાં રમાશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ટીમ દક્ષિણ આફ્રિકા સાથે ડોમેસ્ટિક સિરીઝ પછી જૂનમાં ઇંગ્લેન્ડ જશે અને ત્યાંથી જુલાઈના બીજા સપ્તાહમાં વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. જ્યાં હિટમેનની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા 8 લિમિટેડ ઓવરની મેચ રમશે. ક્રિકેટની વેબસાઈટ ક્રિકબઝના જણાવ્યા પ્રમાણે BCCI અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે પ્લાન તૈયાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ ટૂરમાં 2 મેચ અમેરિકામાં પણ રમાશે જેથી અમેરિકન ક્રિકેટ બોર્ડ આની અનુમતિ આપે એટલે આ મુદ્દે બંને બોર્ડ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ટીમ ઈન્ડિયા હોમ સિરીઝ પછી ઈંગ્લેન્ડ જશે
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ વ્યસ્ત છે. IPLની ફાઈનલ 29 મેના દિવસે સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યારપછી ટીમને જૂનના મધ્યમાં ઈંગ્લેન્ડ જવાનું છે. તેની પહેલા ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જશે, ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પછી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ સમાપ્ત થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે. એશિયા કપ 2022 પહેલા ટીમ ઈન્ડિયાનો આ છેલ્લો પ્રવાસ હશે. ટીમ ઈન્ડિયાને કેરેબિયન પ્રવાસ પર ત્રણ વનડે અને પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે.

શેડ્યૂલ

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ODI 22 જુલાઈ, બીજી ODI 24 જુલાઈ અને ત્રીજી ODI 27 જુલાઈએ રમાશે.
  • T20 સિરીઝ 29 જુલાઈથી શરૂ થશે. તે ચાર્લ્સ લારા સ્ટેડિયમમાં થશે.
  • બીજી T20 મેચ 1 ઓગસ્ટે અને ત્રીજી 2 ઓગસ્ટે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વોર્નર પાર્ક ખાતે રમાશે.
  • ત્યારપછી ટીમ ફ્લોરિડા જશે. ત્યાં ચોથી મેચ 6 ઓગસ્ટે અને છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે.
  • ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022 રમવા શ્રીલંકા જશે. (જોકે હજુ શ્રીલંકામાં સ્થિતિ કેવી રહેશે એના આધારે હજુ સ્થળમાં ફેરફાર થઈ શકે છે)
અન્ય સમાચારો પણ છે...