IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર લય નહોતી મેળવી પરંતુ છેલ્લી મેચમાં તેણે એક વિનિંગ નોટ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી છે. આ દરમિયાન બેંગ્લોરને પ્લેઓફની ગિફ્ટ આપવાની સાથે મિસ્ટ્રી ગર્લ કે જે ઈશાનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે ઈશાનને ચિયર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ પણ આવી હતી અને આ મેચમાં કિશને શાનદાર બેટિંગ કરી હતી. ચલો મિસ્ટ્રી ગર્લની તસવીરો તથા કારકિર્દી વિશે વિગતવાર માહિતી મેળવીએ....
આદિતી હુંડિયા સ્પોટલાઈટમાં આવી
સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઈશાન જ્યારે ચોગ્ગા-છગ્ગા મારે ત્યારે એક મિસ્ટ્રી ગર્લ તેને ચિયર કરતી જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચા થવા લાગી કે આ બીજુ કોઈ નહીં ઈશાનની ગર્લફ્રેન્ડ આદિતી હુંડિયા છે. તે પોતાની એક મહિલા મિત્ર સાથે ઈશાનને ચિયર કરવા આવી હતી. વળી આ મેચમાં ઈશાન કિશને 35 બોલમાં 48 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
આદિતી એક ફેશન મોડલ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.