બોલરની ધોલાઈનો VIDEO:સતત 3 ચોગ્ગા ફટકારનાર સૂર્યકુમારની તોફાની બેટિંગ; સૂર્યકુમારને 141.7ની સ્પીડનો બોલ વાગ્યો, વિરોધી ટીમને પણ ડર લાગ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યકુમારે છેલ્લા ત્રણ બોલમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા

સૂર્યકુમાર યાદવે IPLની 14મી મેચમાં તોફાની બેટિંગ કરી હતી. મેચ હતી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝ હૈદરાબાદ (SRH)ની વચ્ચે. MIની તરફથી રમતા સૂર્યકુમારે માત્ર 35 બોલમાં જ 81 રન બનાવ્યા હતા. આ 35 બોલમાંથી છેલ્લા ત્રણ બોલમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ 36મો બોલ તેના બેટ સાથે ટકરાઈને તેના હેલ્મેટના કાનપટ્ટીવાળા ભાગ પર વાગ્યો હતો. બોલની ગતિ 141.7 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

બોલિંગ કરી રહ્યો હતો ઉમરાન મલિક, જે IPLમાં સૌથી ઝડપી ફાસ્ટર છે અને કાશ્મીર એક્સપ્રેસના માનથી જાણીતો છે. સૂર્યકુમાર યાદવે જ્યારે ઉમરાનના સતત 3 બોલ પર ચોગ્ગા ફટકાર્યા તો આ ફાસ્ટરનો પણ પારો ચઢી ગયો હતો. આગળના બોલ પર લગભગ છાતીની ઊંચાઈ પર 141.7ની ગતિએ ફેંક્યો હતો, પરંતુ કોઈપણ રીતે મુંબઈ માટે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પ્રયત્નો કરનાર સૂર્યકુમારે આ ઘાતક બોલ પર પર બેટ ફટકાર્યું હતું. બોલ બેટ સાથે ટકરાઈને પછી તેને કાનની નીચેના ભાગે વાગ્યો હતો. બોલ વાગતાં જ તે થોડો હાંફળો-ફાફળો થઈ ગયો હતો.

સૂર્યકુમારની હાલત જોઈને દોડતા આવ્યા ખેલાડી
પાછળથી સામેની ટીમનો વિકેટકીપર ઋદ્ધિમાન સાહા દોડતો આવ્યો. સૂર્યકુમારની હાલત જોતાં જ તેણે સ્ટેન્ડની તરફ ઝડપી ઈશારો કરતાં પોતાના માટે ફિઝિયો અને મેડિકલ સુવિધાની માગ કરવા લાગ્યો હતો. ફિઝિયો મેદાન પર પહોંચે ત્યાં સુધી સૂર્યકુમાર પોતાનો હોંશ સંભાળીને બેઠો હતો. ફિઝિયોની સાથે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી પણ દોડતા આવ્યા હતા. કદાચ કોઈ સામાન્ય મેચ હોત તો સૂર્યકુમાર પરત ફરી ગયો હોત, પરંતુ અહીં મેચ આરપારની લડાઈની હતી.

સૂર્યકુમાર યાદવે આ રીતે શાનદાર બેટિંગ કરતો પ્રથમ વખત નજરે પડ્યો. ઓવર પણ 19મી હતી. માત્ર 8 જ બોલ રમવા માટેના બચ્યા હતા. મુંબઇનો સ્કોર 229 રન પર હતો. મુંબઇને પ્લેઓફની રેસમાં બની રહેવા માટે સનરાઈઝ હૈદરાબાદને 171 રનથી હરાવવાનું હતું.

મુંબઈની આખી ટીમ મેચના પ્રથમ મિનિટથી જ આ અંદાજમાં રમી રહી હતી, તેથી સૂર્યકુમાર યાદવે નક્કી કર્યું હતું કે તે સ્ટેન્ડ પર પાછો નહીં જાય. ખરેખર 8 વિકેટ પણ પડી ગઈ હતી. તે પરત જાય છે તો કોઈ બેટિંગ કરવા માટે બાકી બચતું ન હતું અને મુંબઈ ગમે તેમ પણ 1 રન ઘટાડવાના મૂડમાં નહોતું.

છેલ્લી ઓવરમાં સૂર્યકુમારની વિકેટ પડી
સૂર્યકુમાર યાદવે રમવાનું શરૂ કર્યું, પણ ઉમરાનને તે બિલકુલ ગમ્યું નહીં. તેણે આગલો બોલ 152.95 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો. આ IPLની અત્યારસુધીની સૌથી તેજ ગતિથી ફેંકવામાં આવેલો બોલ હતો. સૂર્યકુમારે કોઈક રીતે એને રોક્યો અને એક રન લીધો, જેથી સ્ટ્રાઈક તેમની પાસે જ રહે.

આગળની ઓવર જેસન હોલ્ડરને અપાઈ. સૂર્યકુમાર પ્રથમ જ બોલને હિટ કરી શક્યો નહીં. તે પોતાની જગ્યાએ જ બેસી ગયો. કદાચ તેને પીડા થઈ રહી હતી. બીજા બોલ પર તેણે ફરીથી પ્રયાસ કર્યો, પરંતુ શૉટ ફરીથી પણ મારી શક્યો નહીં. ત્રીજા બોલ પર કોઈપણ રીતે એક શૉટ માર્યો, પરંતુ એ પહેલાંની જેમ ન હતો. બોલ સીધો જ ફિલ્ડરના હાથમાં ગયો અને સૂર્યકુમાર યાદવની ઇનિંગ સમાપ્ત થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...