IPL 2022માં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ દરમિયાન CSKના ભૂતપૂર્વ ખેલાડી અને મિસ્ટર IPL તરીકે જાણીતા સુરેશ રૈનાએ પણ લીગમાં નવી ઇનિંગ શરૂ કરી દીધી છે. તે એક્સપર્ટ પેનલમાં કોમેન્ટેટર તરીકે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ સાથે જોડાઈ ગયો છે. જોકે કોમેન્ટેટર તરીકે ડેબ્યૂ દરમિયાન સુરેશ રૈનાને હરભજન સિંહ અને આકાશ ચોપરા દ્વારા ડેબ્યૂ કેપ પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં પોતાની પહેલી સ્પિચ દરમિયાન તેણે ભાવુક થઈને CSKમાંથી રમવાની વાત પણ કહી દીધી હતી. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ....
કોમેન્ટ્રીમાં ડેબ્યુ દરમિયાન રૈનાને CSK ટીમ યાદ આવી
સુરેશ રૈનાએ કહ્યું મારી હોટલ પણ સ્ટેડિયમ પાસે જ છે. તેવામાં જ્યારે હું સ્ટુડિયો આવવા નીકળ્યો ત્યારે મન થયું કે ફરીથી ચેન્નઈની જર્સી પહેરીને મેદાનમાં રમવા પહોંચી જઉં. તેવામાં અનસોલ્ડ રહેલા MR.IPLને હજુ પણ ક્રિકેટ રમવાનો એટલો જ ક્રેઝ છે. જોકે ત્યારપછી હરભજન અને સાથી મિત્રોએ તેને નવી ઈનિંગમાં લય પકડવામાં મદદ કરી હતી.
સુરેશ રૈના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો
35 વર્ષીય રૈનાને આ વર્ષે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2008માં IPLની શરૂઆત થઈ ત્યારથી રૈના ચેન્નાઈની ટીમ સાથે જોડાયેલો હતો. જોકે 2016માં જ્યારે ચેન્નઈ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે જ રૈના ગુજરાત લાયન્સ ટીમ તરફથી કેપ્ટન તરીકે રમ્યો હતો. તેવામાં હવે આ સિઝનમાં અનસોલ્ડ રહ્યા પછી રૈનાએ કોમેન્ટેટર તરીકે નવી ઈનિંગ શરૂ કરી દીધી છે.
રવિ શાસ્ત્રીનું કમબેક
તે જ સમયે, ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાસ્ત્રીએ લાંબા સમય પછી કોમેન્ટ્રી બોક્સમાં કમબેક કર્યું છે. તે 2015થી ટીમ ઈન્ડિયા સાથે અલગ-અલગ ભૂમિકામાં જોડાઈ ગયા હતા. તેવામાં શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ ગત વર્ષે T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો હતો. તેમના પછી હવે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા છે.
રવિ સાથે મયંતીનું પણ કમબેક
રવિ શાસ્ત્રીની સાથે પ્રખ્યાત એન્કર મયંતી લેંગરે પણ કમબેક કર્યું છે. તે આ સિઝનની પહેલી મેચના એક શો દરમિયાન રવિ શાસ્ત્રી સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મયંતી થોડા સમય પહેલા જ માતા બની છે અને આ માટે તેણે રજા પણ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.