તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Strong Middle Order From Raina, Rayudu, Bravo And Captain Dhoni; But There Could Be A Severe Shortage Of Specialist Bowlers In Death Overs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CSK ટીમનું SWOT એનાલિસિસ:રૈના, રાયુડુ, બ્રાવો અને કેપ્ટન ધોનીથી મિડલ ઓર્ડર મજબૂત; પણ ડેથ ઓવર્સમાં સ્પેશિયાલિસ્ટ બોલર્સની ખોટ પડી શકે છે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ ચોથીવાર ટાઇટલ જીતવા મેદાને ઊતરશે. ટીમના નામે સૌથી વધુ 8 વાર ફાઇનલ રમવાનો રેકોર્ડ છે, જોકે ગઈ સીઝનમાં એ પહેલીવાર પ્લે-ઓફમાં ક્વોલિફાઇ થઈ નહોતી. ટીમ નંબર-7 પર રહી હતી. ગઈ વખતે ટીમના ટોપ સ્કોરર સુરેશ રૈના અને ટોપ વિકેટટેકર હરભજન સિંહ ટીમમાં નહોતા. રૈનાની આ વખતે વાપસી થઈ છે, જ્યારે હરભજનને ટીમે રિલીઝ કરી દીધો છે અને તે આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમશે.

રૈના અને રોબિન ઉથપ્પાના જોડાવાથી અને ડ્વેન બ્રાવોના ફિટ થવાથી મિડલ ઓર્ડર મજબૂત થયો છે, પરંતુ ડેથ ઓવર્સમાં ટીમ પાસે સ્પેશિયાલિસ્ટ બોલર્સ નથી, જે તેમને ભારે પડી શકે છે.

IPL 2021 માટે ચેન્નઈની ટીમનું SWOT એનાલિસિસ, એટલે કે ટીમની મજબૂતી (Strength), નબળાઈ (Weakness), તક (Opportunity) અને ખતરો (Threat).

સ્ટ્રેન્થ -1 સ્ટ્રોંગ મિડલ ઓર્ડર
સીએસકે ટીમમાં ઓપનિંગ માટે 4 ખેલાડી દાવેદાર છે. તે છે -ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ફાફ ડુ પ્લેસિસ અને મોઇન અલી. આ સાથે ટીમનો મધ્યમ ક્રમ પણ ખૂબ જ મજબૂત છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, અંબાતી રાયુડુ અને ખુદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. જો મોઇન અલી ઓપનિંગ ન કરે તો તે સાતમા ક્રમે બેટિંગ કરીને પણ ચેન્નઈની ટીમને મજબૂત બનાવશે.

સીએસકે પાસે સેમ કરન જેવો ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે, જે કોઈપણ સ્થિતિમાં મેચ જિતાડવાની ક્ષમતા ધરાવે છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડરે ગયા મહિને ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી વનડે મેચમાં લગભગ એકલા હાથે મેચ જિતાડી દીધી હતી, પરંતુ ભારતની સારી બોલિંગને કારણે મેચ છેલ્લી ક્ષણે પલટાઈ ગઈ હતી.

સ્ટ્રેન્થ -2 સ્પિન બોલિંગ
ધોનીની કપ્તાનીમાં સીએસકેની ટીમ સ્પિન વિભાગમાં ઘણી મજબૂત છે. ટીમમાં રવીન્દ્ર જાડેજા, ઇમરાન તાહિર, મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, કર્ણ શર્મા જેવા સ્પિનરો છે. ધોની અને મેનેજમેન્ટે આશા હતી કે તેઓ દર વખતની જેમ તેમના હોમ ગ્રાઉન્ડ, ચેન્નઈમાં તેમની અડધી મેચ રમવાની રહેશે. આ પિચ સ્પિનરોને મદદ કરે છે, તેથી મેનેજમેન્ટે ટીમમાં વધુ સ્પિનરો સ્થાન આપ્યું.

કોરોનાને કારણે, બીસીસીઆઈએ એવું સમયપત્રક બનાવ્યું છે, જે અંતર્ગત આ વખતે કોઈપણ ટીમ તેમના ઘરે નહીં રમે. સીએસકે ટીમે મુંબઈમાં 5, દિલ્હીમાં 4, બેંગલુરુમાં 3 અને કોલકાતામાં 2 મેચ રમવાની છે. આ ચારેય મેદાનની પિચ પર બેટ્સમેનને મદદ મળે છે. ખાસ કરીને મુંબઇ અને બેંગલુરુ પિચ પર સ્પિનરોને મદદ મેળવવી મુશ્કેલ છે, જોકે દિલ્હી અને કોલકાતામાં થોડી મદદની અપેક્ષા છે.

22 વર્ષ બીસીસીઆઈના મુખ્ય ક્યુરેટર તરીકે કાર્યરત દલજિત સિંહને લાગે છે કે ભારતની મોટા ભાગની પિચ પર સ્પિનરને મદદ મળે છે. ભારતીય પિચ ફક્ત સ્પિનરો માટે જાણીતી છે. આવી સ્થિતિમાં સીએસકેની ટીમ ખૂબ જ મજબૂત લાગી રહી છે.

નબળાઈ: ડેથ ઓવર્સમાં સ્પેશિયાલિસ્ટ બોલરની કમી

સીએસકે ટીમમાં ઝડપી બોલરોમાં ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, લુંગી ગિડી, દીપક ચહર, સેમ કરન અને કેએમ આસિફ જેવા ખેલાડીઓ છે. તેમાંથી શાર્દૂલ અને બ્રાવો લીડિંગ વિકેટ ટેકર છે. આ બધા હોવા છતાં, ટીમમાં ડેથ ઓવરમાં રન બચાવવા માટે નિષ્ણાત બોલરનો અભાવ છે. મિડલ ઓવર્સમાં બ્રાવો અને શાર્દૂલની સારી બોલિંગ કરે છે.

બ્રાવોએ શરૂઆતમાં ડેથ ઓવરમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ તેની વધતી ઉંમરને કારણે તેની બોલિંગમાં પહેલાં જેવી એકાગ્રતા રહી નથી. દક્ષિણ આફ્રિકાના ગિડી અને દીપકને ડેથ ઓવરમાં બોલિંગનો અનુભવ ઓછો છે. યુવા ગિડીએ રાષ્ટ્રીય ટીમ માટે માત્ર 27 ટી -20 રમી છે, જેમાં 28 વિકેટ ઝડપી છે. ટીમમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પણ હતો, જોકે તેણે છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

તક: ચોથીવાર ટાઇટલ જીતવાની તક
CSKએ લીગમાં સૌથી વધુ 8 વાર ( (2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019) ફાઇનલ રમી છે. એવામાં ધોનીની કપ્તાનીમાં ટીમ ફાઇનલમાં પહોંચવાની રીત તો જાણે છે, પરંતુ એ મેચમાં તેમનો સક્સેસ રેટ ઓછો છે. આ વખતે ટીમ પાસે ચોથી વાર કપ ઉપાડવાની તક છે.

ખતરો: ધીમી શરૂઆત અને ડેથ ઓવર્સમાં રન બનાવવાનો અભિગમ
ધોનીની કેપ્ટનશિપ હેઠળ સીએસકેની ટીમે હંમેશાં શરૂઆતમાં ધીમા અભિગમ સાથે રમી છે. ટીમે વિકેટ બચાવ્યા બાદ આખરે શક્ય તેટલા રન બનાવ્યા. ટીમનો આ અભિગમ પાછલા વર્ષે સંપૂર્ણ ફ્લોપ હતો. અગાઉની સીઝન યુએઈમાં થઈ હતી, જ્યાં અબુધાબી અને શારજાહની પિચ એકદમ નાની હતી, ત્યાં રનનો ઢગલો થયો હતો.

સીએસકે તેના આ અભિગમને કારણે પાછળ રહી અને મોટા ભાગની મેચ હારી ગઈ. ટીમ ગત સીઝનમાં પોઇન્ટ ટેબલમાં 7મા સ્થાને રહી હતી. લીગના ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે સીએસકે ટીમે પ્લેઓફમાં પ્રવેશ નહોતો કર્યો. ધોની હેઠળ જો ટીમે ચોથો ખિતાબ જીતવો હોય તો આ અભિગમ બદલવો પડશે.

બેટ્સમેન: મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, ચેતેશ્વર પૂજારા, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસિસ, રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, સી હરિ નિશાંત અને એન. જગદિશન.
ઓલરાઉન્ડર: ડ્વેન બ્રાવો, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, મોઇન અલી, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, ભગત વર્મા અને કૃષ્ણપ્પા ગૌતમ.
બોલર: દીપક ચહર, ઇમરાન તાહિર, લુંગી ગિડી, શાર્દૂલ ઠાકુર, કેએમ આસિફ, એમ. હરિશંકર રેડ્ડી અને આર સાઇ કિશોર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો