IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. આ મેચમાં માર્કસ સ્ટોઈનિસ કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ નાની ઈનિંગમાં તેણે સિક્સ ફટકારી સ્ટેન્ડ્સમાં બેઠેલી યુવતીને આ ડેડિકેટ કરી હતી. ત્યારપછીથી સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા થવા લાગી હતી. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે સ્ટોઈનિસે ચાલુ મેચમાં પોતાની ગર્લફ્રેન્ડ સારાહને ખાસ સિક્સ ડેડિકેટ કરી હતી. તો ચલો આપણે બિગબેશ લીગથી IPL સુધી સારાહ-સ્ટોઈનિસના સફર પર નજર ફેરવીએ....
મુરુગનની ઓવરમાં સ્ટોઈનિસની લાંબી સિક્સ
માર્કસ સ્ટોઈનિસ એ મેચમાં કંઈ ખાસ કરી નહોતો શક્યો અને 9 બોલમાં 10 રન કરી આઉટ થઈ ગયો હતો. પરંતુ આ ઈનિંગ દરમિયાન તેણે મુરુગન અશ્વિનને જે 104 મીટર લાંબી સિક્સ મારી હતી એ ચર્ચાનો વિષય બની ગયો હતો. કારણ કે ત્યારપછી સ્ટોઈનિસે સ્ટેન્ડ્સ તરફ ખાસ ઈશારો કરી પોતાની ગર્લફ્રેન્ડને આ ડેડિકેટ કરી હતી. ત્યારપછીથી જ બંને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.
સ્ટોઈનિસ અને સારાહની લવસ્ટોરી
સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડનું નામ સારાહ જાર્નુક છે. તે એક ફેશન ડિઝાઈનર છે. આની સાથે સારાહ જાર્નુકને ક્રિકેટમાં પણ ખૂબ જ રસ ધરાવે છે અને તે બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટારની પણ મોટી ફેન છે. તમને જણાવી દઈએ કે સ્ટોઈનીસ પણ આ જ ટીમથી BBLમાં રમે છે.
BBLથી લવ સ્ટોરી શરૂ થઈ
સ્ટોઇનિસે ગયા વર્ષે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સ્ટેફની મુલર સાથે બ્રેકઅપ કર્યું હતું. ત્યારપછી, બિગ બેશ દ્વારા જ સ્ટોઇનિસ જાર્નુકને મળ્યો હતો. સ્ટોઇનિસ અને સારાહ એકબીજા સાથે ઘણીવાર જોવા મળ્યા છે તથા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કરતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.